ધર્મા પ્રોડક્શન્સે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું
આ ફિલ્મમાં અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે
ફિલ્મનિર્માતા કરણ જોહરની આવનારી ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નું નવું ગીત સોમવારે રિલીઝ થવાનું હતું, પરંતુ આશા ભોસલેના અવસાન પછી તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ગીતની રિલીઝ એક દિવસ પોસ્ટપોન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ધર્મા પ્રોડક્શન્સે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને જણાવ્યું હતું કે આશા ભોસલેની વારસાગત પ્રતિભાને સન્માન આપવા અને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવા માટે ગીતની રિલીઝ એક દિવસ માટે આગળ ધપાવવામાં આવી છે.
ADVERTISEMENT
‘ચાંદ મેરા દિલ’નું નિર્દેશન વિવેક સોની દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં અનન્યા પાંડે અને લક્ષ્ય લાલવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે અને એ બાવીસમી મેએ રિલીઝ કરવામાં આવશે.
