Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝ સામે સતત બીજી મૅચ વરસાદને ભેટ ચડતાં શ્રીલંકા ૧-૦થી વન-ડે સિરીઝ જીત્યું

વેસ્ટ ઇન્ડીઝ સામે સતત બીજી મૅચ વરસાદને ભેટ ચડતાં શ્રીલંકા ૧-૦થી વન-ડે સિરીઝ જીત્યું

Published : 10 June, 2026 01:04 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જમૈકાના કિંગ્સ્ટનસ્થિત સબીના પાર્કમાં ગઈ કાલે ત્રીજી વન-ડે મૅચ વરસાદને કારણે રદ રહી હતી.

વન-ડે સિરીઝની ટ્રોફી સાથે શ્રીલંકન ક્રિકેટ-ટીમ

વન-ડે સિરીઝની ટ્રોફી સાથે શ્રીલંકન ક્રિકેટ-ટીમ


જમૈકાના કિંગ્સ્ટનસ્થિત સબીના પાર્કમાં ગઈ કાલે ત્રીજી વન-ડે મૅચ વરસાદને કારણે રદ રહી હતી. સતત બે મૅચ વરસાદને કારણે રદ થતાં પહેલી મૅચ ૪૧ રને જીતનાર શ્રીલંકા ૧-૦થી ત્રણ વન-ડેની સિરીઝમાં વિજેતા રહ્યું. અગાઉ બન્ને ટીમ વચ્ચે ૨૦૦૮ અને ૨૦૧૧માં એક-એક વન-ડે વરસાદને ભેટ ચડી હતી. વન-ડે મૅચના હેડ-ટુ-હેડ રેકૉર્ડમાં શ્રીલંકાએ આ હરીફ સામે જીતના મામલે ૩૩-૩૨થી લીડ મેળવી છે. બન્ને ટીમ હવે ૧૧ જૂનથી ત્રણ T20 મૅચ અને ૨૫ જૂનથી બે ટેસ્ટ-મૅચની સિરીઝ રમશે. 


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 01:04 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK