Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

આજની રેસિપી: ભુટ્ટે કી કીસ

Published : 10 June, 2026 02:51 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભુટ્ટે કી કીસ રેસિપી આ રીતે બનાવી શકીએ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામગ્રી : સ્વીટ કોર્ન દાણા - ૨ કપ, ઘી - ૧ મોટો ચમચો , હિંગ - ૧/૪ ચમચી, રાઈ - ૧ ચમચી, જીરુ -૧ ચમચી, આદું - ૧ ચમચી, લીલું મરચું - ૧/૨, હળદર - ૧/૪ ચમચી, સાકર, - ૧/૪ ચમચી, દૂધ અથવા પાણી ૩/૪ કપ, લીંબુ રસ - ૧ મોટો ચમચો, કોપરું - ૧ મોટો ચમચો, કોથમીર - ૧ મોટો ચમચો, તેલ - ૧ મોટો ચમચો, ગાર્નિશિંગ માટે ૧ મોટો ચમચો બારીક સેવ, જીરાવન મસાલા /ચાટ મસાલા - ૧ નાની ચમચી.

બનાવવાની રીત : સ્વીટ કોર્નના દાણાને ધોઈને મિક્સરમાં પલ્સ મોડ પર અધકચરા વાટો અથવા આખા મકાઈ દાણાને છીણીથી છીણો. એક પૅનમાં તેલ લઈને ધીમા તાપે જીરુ, રાઈ, હિંગનો વઘાર કરો. આદુ-મરચાં નાખીને સાંતળો. મકાઈ ઉમેરો અને ત્રણ મિનિટ સાંતળો. હવે આમાં હળદર, સાકર, અને દૂધ અથવા પાણી નાખીને પાંચ મિનિટ ગરમ કરો. સાઇડ છોડે અને મકાઈ પેસ્ટ ગોળ ફરે એટલે એમાં લીંબુ રસ ઉમેરો.એક ચમચો ઘી નાખીને મિક્સ કરો. સર્વિંગ પ્લેટમાં કીસ ઉપર કોપરું, કોથમીર, સેવ, જીરાવન મસાલો છાંટીને આ ઇન્દોર સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ સર્વ કરો.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2026 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK