Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલ્હીનાં સ્ટ્રીટ-ફૂડ વેચનાર બે બાળકોને ભણાવશે અર્જુન કપૂર

દિલ્હીનાં સ્ટ્રીટ-ફૂડ વેચનાર બે બાળકોને ભણાવશે અર્જુન કપૂર

09 May, 2024 05:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જસપ્રીતના પિતાનું દસ દિવસ પહેલાં બ્રેઇનના ટીબીને કારણે અવસાન થયું છે.

અર્જુન કપૂરની તસવીર

અર્જુન કપૂરની તસવીર


નવી દિલ્હીમાં દસ વર્ષનો જસપ્રીત રસ્તા પર રોલ્સ વેચવાનું કામ કરે છે. તેનો વિડિયો વાઇરલ થતાં અર્જુન કપૂરે તેને અને તેની બહેનને ભણાવવાની જવાબદારી લેવાની તૈયારી દેખાડી છે. જસપ્રીતની મમ્મી પંજાબ રહેવા ચાલી ગઈ છે. જસપ્રીતના પિતાનું દસ દિવસ પહેલાં બ્રેઇનના ટીબીને કારણે અવસાન થયું છે. આનંદ મહિન્દ્ર બાદ હવે અર્જુન તેમની મદદ માટે આગળ આવ્યો છે. ઇન્સ્ટાસ્ટોરી પર જસપ્રીતનો ફોટો શૅર કરીને અર્જુન કપૂરે કૅપ્શન આપી, ‘ચહેરા પર સ્માઇલ કરીને તે લાઇફની તકલીફનો સામનો કરી રહ્યો છે. આ દસ વર્ષના બાળકને સલામ છે કે તેણે નાની વયમાં પોતાના પગ પર ઊભા રહેવાની હિંમત દેખાડી અને પિતાના અવસાનના દસ દિવસ બાદ જ તેમનો વ્યવસાય સંભાળી લીધો. હું તેને અને તેની બહેનને શિક્ષણ માટે મદદ કરવા માગું છું. જો કોઈને જાણ હોય કે તેઓ ક્યાં રહે છે તો મને જણાવજો.’


Whatsapp-channel Whatsapp-channel

09 May, 2024 05:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK