Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શું પ્રેગ્નેન્ટ છે મલાઈકા અરોરા? વાયરલ ચર્ચા પર ભડક્યો અર્જુન, જાણો શું કહ્યું..

શું પ્રેગ્નેન્ટ છે મલાઈકા અરોરા? વાયરલ ચર્ચા પર ભડક્યો અર્જુન, જાણો શું કહ્યું..

30 November, 2022 10:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલાઈકા અર્જુનની સિઝલિંગ કેમિસ્ટ્રી જોઈને ચાહકોનું મન પણ ખુશીથી ખીલી ઊઠે છે. લેડી લવ મલાઈકા માટે અર્જુન કપૂર ખૂબ જ પ્રૉટેક્ટિવ પણ છે. તેમને માટે અર્જુન કોઈની સાથે પણ લડી લે છે.

અર્જુન કપૂર, મલાઈકા અરોરા (ફાઈલ તસવીર)

અર્જુન કપૂર, મલાઈકા અરોરા (ફાઈલ તસવીર)


મલાઈકા અરોરા (Malaika Arora) અને અર્જુન કપૂર (Arjun Kapoor) બી ટાઉનના મોસ્ટ રોમાન્ટિક (B Town`s Most Romantic) અને એડોરેબલ કપલ (Adorable Couple) છે. મલાઈકા અર્જુનની (Malaika-Arjun) સિઝલિંગ કેમિસ્ટ્રી (Sizzling Chemistry) જોઈને ચાહકોનું મન પણ ખુશીથી ખીલી ઊઠે છે. લેડી લવ (Lady Love) મલાઈકા (Malaika) માટે અર્જુન કપૂર (Arjun Kapoor) ખૂબ જ પ્રૉટેક્ટિવ (Protective) પણ છે. તેમને માટે અર્જુન (Arjun Kapoor)કોઈની સાથે પણ લડી લે છે. એવામાં મલાઈકાને (Malaika Arora) લઈને તેની પ્રેગ્નેન્સીની (Pregnancy) અફવા (Rumour) પર પણ અર્જુન કપૂરનો (Arjun Kapoor) ગુસ્સો ફૂટ્યો છે. એક્ટ્રેસની (Actress) પ્રેગ્નેન્સીની (Pregnancy Rumour) અફવાઓ પર અર્જુને શું કહ્યું? જાણો અહીં...

મલાઈકાની પ્રેગ્નેન્સીની ચર્ચાની અર્જુન કપૂરે જણાવી હકિકત
હકિકતે, એવા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે બી ટાઉનની ગૉર્જિયસ ડીવા મલાઈકા અરોરા પ્રેગ્નેન્ટ છે. અર્જુન કપૂર અને મલાઈકા પોતાનું પહેલું સંતાન એક્સપેક્ટ કરી રહ્યા છે. વાયરલ રિપૉર્ટ્સમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે ઑક્ટોબરમાં જ્યારે અર્જુન કપૂર અને મલાઈકા લંડન ગયા હતા, ત્યારે મલાઈકાએ પોતાના નજીકનાઓ સાથે પ્રેગ્નેન્સીના સમાચાર શૅર કર્યા હતા.



મલાઈકાના પ્રેગ્નેન્સીના સમાચાર આવ્યા બાદ ઝડપથી વાયરલ થઈ ગયા. દરેક બાજુથી મલાઈકા અને અર્જુનની જ ચર્ચા થવા માંડી. એવામાં પોતાના અને મલાઈકાને લઈને ઉડાડવામાં આવેલી અફવા પર અર્જુન કપૂરે પ્રતિક્રિયા આપી છે અને જણાવ્યું છે કે આખરે હકિકત શું છે.


અર્જુન કપૂરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શૅર કરીને આવી અફવા ફેલાવનારાને પણ ફટકાર લગાડી છે. અર્જુને પોતાની પોસ્ટમાં લખ્યું છે કે આ અત્યાર સુધીની સૌથી નિમ્ન હરકત છે અને આ તમે ખૂબ જ કૅઝ્યુઅલી કર્યું છે. આવા ફાલતુ સમાચાર લખવા ખૂબ જ ઈન્સેન્સિટિવ અને સંપૂર્ણ રીતે અનએથિકલ છે. આ પ્રકારના સમાચાર સતત લખાઈ રહ્યા છે. અમે આ ચર્ચાઓને ઘણીવાર ઈગ્નોર કરી દઈએ છીએ, પણ પછી આ મીડિયામાં ફેલાઈ જાય છે અને હકિકત બની જાય છે. આ યોગ્ય નથી. અમારી પર્સનલ લાઈફ સાથે રમતની હિંમત પણ નહીં કરતા.

Story Shared by Arjun Kapoor


આ પણ વાંચો : લગ્નની ચર્ચાઓ વચ્ચે બીજી પોસ્ટમાં મલાઈકાએ કર્યો ખુલાસો, જાણો કઈ બાબતે પાડી `હા`

ચાહકોના ફેવરિટ કપલ છે અર્જુન મલાઈકા
અર્જુન કપૂરે પોતાની પોસ્ટથી એટલી તો સ્પષ્ટતા કરી જ દીધી છે કે મલાઈકા અરોરાની પ્રેગ્નેન્સીના સમાચારમાં કોઈપણ હકિકત નથી. અર્જુને લોકોને અપીલ પણ કરી છે કે તે આ પ્રકારની બેકાર માહિતી ન ફેલાવે.

અર્જુન અને મલાઈકાની વાત કરીએ તો તેમણે હંમેશાં પોતાના લવી ડવી મોમેન્ટ્સથી ચાહકોના દિલ પર રાજ કર્યું છે. બન્નેની જોડીને ચાહકોનો અઢળક પ્રેમ મળ્યો છે. કપલના લગ્નના સમાચાર પણ ચર્ચામાં છવાયેલા છે. હવે મલાઈકાની પ્રેગ્નેન્સીના સમાચારે બધાની ભાન ભૂલાવી દીધી હતી. પણ અર્જુને હકિકત જણાવીને બધાની ગેરસમજણ દૂર કરી દીધી છે.

Whatsapp-channel Whatsapp-channel

30 November, 2022 10:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK