Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > લગ્નની ચર્ચાઓ વચ્ચે બીજી પોસ્ટમાં મલાઈકાએ કર્યો ખુલાસો, જાણો કઈ બાબતે પાડી `હા`

લગ્નની ચર્ચાઓ વચ્ચે બીજી પોસ્ટમાં મલાઈકાએ કર્યો ખુલાસો, જાણો કઈ બાબતે પાડી `હા`

10 November, 2022 03:53 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ફેન્સ મલાઈકાના લગ્નની રાહ જોઈ બેઠા હતા એવામાં અભિનેત્રીએ અન્ય એક પોસ્ટ કરી બધાને ચોંકાવી દીધા છે.

મલાઈકા અરોરા

મલાઈકા અરોરા


અભિનેત્રી મલાઈકા અરોરા(Malaika Arora)એ સોશિયલ મીડિયામાં પોતાની એક તસવીર શેર કરી હતી અને કેપ્શનમાં `મેં હા પાડી દીધી` એવું લખ્યું હતું. આ પોસ્ટ જોતાં જ ચાહકો મલાઈકા અને અર્જુનના લગ્નની આશ લગાવી બેસી ગયા હતાં. લોકોને એમ હતું કે મલાઈકા અરોરાએ લગ્ન માટે હા પાડી દીધી છે. એવામાં મલાઈએ ફરી એક પોસ્ટ દ્વારા બધાને ચોંકાવી દીધા છે. 

લગ્નની વહેતી ચર્ચાઓ વચ્ચે અભિનેત્રીની એક નવી પોસ્ટ સામે આવી છે. જેમાં મલાઈકાએ એ વાતનો ખુલાસો કર્યો છે કે તેણીએ કઈ બાબતે હા પાડી છે. હકીકતે. ડિઝની પ્લસ હોસ્ટાર પર મલાઈકા અરોરાનો એક શૉ આવી રહ્યો છે, જેનું નામ છે મુવિંગ વિથ મલાઈકા(Moving With Malaika). અદાકારાએ કહ્યું કે તેણે આ પ્રોજેક્ટ માટે હા પાડી દીધી છે. 



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)


ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવનાર શૉ વિશે જાણકારી આપતાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે "મેં ડિઝની પ્લસ હોસ્ટારને મારા રિયાલિટી શૉ માટે હા પાડી છે. જેમાં તમે મારા અંગત જીવન વિશે વધારે નજીકથી જાણી શકશો, જે પહેલા ક્યારેય નથી જાણ્યું. તમને શું લાગ્યું હતું કે મેં શેના વિશે વાત કરી હતી."


આ પણ વાંચો: શું મલાઈકા અને અર્જુનના લગ્નની છે તૈયારી? કે પછી છે પ્રમોશનલ સ્ટંટ, જુઓ પોસ્ટ

ઉલ્લેખનીય છે કે મલાઈકા અરોરાનો આ રિયાલિટી શૉ 5 ડિસેમ્બરના રોજ ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. જેમાં દર્શકો મલાઈકા અરોરાને વધારે નજીકથી અને અગંત રીતે જાણી તથા જોઈ શકશે. 

Whatsapp-channel Whatsapp-channel

10 November, 2022 03:53 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK