અનુપમ ખેરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરીને તસવીરો શૅર કરી
અનુપમ ખેર અને અમિત શાહ
અનુપમ ખેરે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. તેમણે આ મુલાકાતની તસવીરો પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કરી હતી. તસવીરો સાથે તેમણે જણાવ્યું કે અમિત શાહ જેવા વ્યક્તિત્વ સાથેની દરેક મુલાકાત તેમને કંઈક નવું શીખવાની પ્રેરણા આપે છે.
અનુપમ ખેરે આ તસવીર સાથે પોસ્ટમાં લખ્યું હતું કે ‘માનનીય ગૃહપ્રધાન અમિત શાહજી સાથે મળવાનો અવસર મળ્યો. આવા વ્યક્તિત્વ સાથેની દરેક મુલાકાત કંઈક નવું શીખવાની તક આપે છે. તેમના અનુભવ, સ્પષ્ટ દૃષ્ટિકોણ અને દેશ પ્રત્યેની પ્રતિબદ્ધતા હંમેશાં પ્રેરણાદાયી રહે છે.’
