Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Entertainment Update : શાહિદ કપૂરે માણ્યું મસ્તીભર્યું ફૅમિલી-વેકેશન

Entertainment Update : શાહિદ કપૂરે માણ્યું મસ્તીભર્યું ફૅમિલી-વેકેશન

Published : 05 August, 2026 03:44 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

શાહિદ કપૂરે પત્ની મીરા રાજપૂત, બાળકો અને સમગ્ર પરિવાર સાથે વેકેશનની મજા માણી. મીરાએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી, પરંતુ લોકેશન જાહેર કર્યું નથી.

શાહિદ કપૂરે માણ્યું મસ્તીભર્યું ફૅમિલી-વેકેશન

શાહિદ કપૂરે માણ્યું મસ્તીભર્યું ફૅમિલી-વેકેશન


હાલમાં શાહિદ કપૂરે તેના પરિવાર સાથે મસ્તીભર્યું ફૅમિલી-વેકેશન માણ્યું છે. શાહિદીની પત્ની મીરા રાજપૂતે આ આઉટિંગની તસવીરો શૅર કરી છે પણ જગ્યાનો ઉલ્લેખ કરવાનો ટાળ્યો છે. આ તસવીરમાં મીરા, શાહિદ, મીરાનાં સાસુ સુપ્રિયા પાઠક, સસરા પંકજ કપૂર, નણંદ સના કપૂર તેમ જ બાળકો મિશા અને ઝૈન જોવા મળે છે. જોકે મીરાએ તેનાં બાળકોના ચહેરાઓ ઇમોજીથી સંતાડી દીધા હતા.

આમિરની લલકારમાં જોવા મળી શકે છે વિક્રાન્ત મેસી



આમિર ખાન હાલમાં પોતાની આગામી ફિલ્મ ‘લલકાર’ને લઈને ચર્ચામાં છે અને આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષના અંત સુધીમાં શરૂ થઈ શકે છે. ફિલ્મમાં આમિર ઉપરાંત અન્ય ત્રણ ઍક્ટર્સને પણ લેવામાં આવશે જેમાંથી એક મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં વિક્રાન્ત મેસી જોવા મળી શકે છે. 
વિક્રાન્તે અત્યાર સુધી અનેક પ્રકારનાં પાત્રો ભજવીને પોતાની અભિનયક્ષમતા સાબિત કરી છે. આ કારણે નિર્માતાઓનું માનવું છે કે વિક્રાન્ત ‘લલકાર’ માટે યોગ્ય પસંદગી બની શકે છે અને એટલે જ આ રોલ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો છે. જોકે વિક્રાન્તે હજી સુધી કોઈ અંતિમ નિર્ણય લીધો નથી. વિક્રાન્ત હાલમાં અન્ય પ્રોજેક્ટમાં વ્યસ્ત છે અને તે પોતાની તારીખો અને અગાઉથી નક્કી થયેલા અન્ય પ્રોજેક્ટ્સનું શેડ્યુલ જોઈને અંતિમ નિર્ણય લેશે.


માધુરી દીક્ષિતે નવ ગણો નફો મેળવીને ૪.૮૫ કરોડ રૂપિયામાં વેચી દીધી કમર્શિયલ ઑફિસ

માધુરી દીક્ષિતે હાલમાં અંધેરી-વેસ્ટ વિસ્તારમાં આવેલી પોતાની એક કમર્શિયલ ઑફિસ ૪.૮૫ કરોડ રૂપિયામાં વેચી છે. તેણે આ પ્રૉપર્ટી લગભગ ૧૮ વર્ષ પહેલાં માત્ર ૫૨.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી. આ ઑફિસ અંધેરી-વેસ્ટમાં લિન્ક રોડ નજીક આવેલા ઓશિવરાની મૌર્ય લૅન્ડમાર્ક-2 પ્રિમાઇસિસ કો-ઑપરેટિવ સોસાયટી લિમિટેડ બિલ્ડિંગના ચોથા માળે આવેલી છે. આ ઑફિસનો કાર્પેટ એરિયા ૧૫૯૪.૨૪ સ્ક્વેર ફુટ છે. માધુરીએ ૨૦૦૮માં ઑફિસ ૫૨.૫૦ લાખ રૂપિયામાં ખરીદી હતી. હવે થયેલી ડીલના આધારે કહી શકાય કે આ પ્રૉપર્ટીની કિંમતમાં નવ ગણો વધારો નોંધાયો છે.


સલમાન ખાને ઘટાડ્યું ૧૬ કિલો જેટલું વજન

થોડા સમય પહેલાં એક જાહેર કાર્યક્રમમાં સલમાન ખાનનો લુક જોઈને તેની તબિયત વિશે અટકળો શરૂ થઈ હતી. આ ફંક્શનમાં સલમાન ખૂબ પાતળો અને થાકેલો દેખાતો હતો. સલમાનની આવી હાલત સોશ્યલ મીડિયામાં ચર્ચાનું કારણ બની હતી. જોકે બીજા દિવસે સલમાને હળવાશથી આખી વાત ઉડાવી દીધી હતી. જોકે હવે સલમાને ખુલાસો કર્યો છે કે તેણે ૧૬ કિલો જેટલું વજન ઘટાડ્યું છે. 
હાલમાં રિયલિટી શો ‘અલાયન્સ’ના એક એપિસોડનો વિડિયો સામે આવ્યો છે જેમાં સલમાન પોતાના ભાઈ સોહેલ ખાનને પૂછે છે કે શું તેણે વજન ઘટાડ્યું છે? એના જવાબમાં સોહેલે પોતાના ઍબ્સ બતાવતાં કહ્યું કે તેણે ૧૨ કિલો વજન ઘટાડ્યું છે. આ પછી સલમાને પણ જણાવ્યું કે, ‘મેં ૧૬ કિલો વજન ઘટાડ્યું છે.’ 

મલાઇકાએ ખરીદી ૨૮ લાખની નવી મહિન્દ્રા થાર રૉક્સ

મલાઇકા અરોરાએ પોતાના કાર-કલેક્શનમાં નવી મહિન્દ્રા થાર રૉક્સનો ઉમેરો કર્યો છે. આ નવી કારની ડિલિવરી લેતો તેનો વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે. પરિવારના સભ્યો અને નજીકના લોકોની હાજરીમાં મલાઇકાએ નવી કારની વિધિપૂર્વક પૂજા કરી હતી. શુભ આશીર્વાદ મેળવવા અને નજરદોષથી બચવા માટે કરવામાં આવતી આ પરંપરાગત વિધિ બાદ તેણે કારની ડિલિવરી સ્વીકારી હતી. રિપોર્ટ પ્રમાણે મહિન્દ્રા થાર રૉક્સના ટૉપ વેરિઅન્ટની કિંમત અંદાજે ૨૮ લાખ રૂપિયા સુધી પહોંચે છે. ૨૦૨૪માં ભારતમાં લૉન્ચ થયેલી થારની પાંચ દરવાજાવાળી આ આવૃત્તિને એના મજબૂત લુક અને વધુ ઉપયોગી ડિઝાઇનને કારણે ગ્રાહકો તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

05 August, 2026 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK