Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > G20 સમિટનું પ્રતિનિધિત્વ ભારત કરતું હોવાથી ગર્વ અનુભવે છે અનુપમ ખેર

G20 સમિટનું પ્રતિનિધિત્વ ભારત કરતું હોવાથી ગર્વ અનુભવે છે અનુપમ ખેર

Published : 10 September, 2023 06:11 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હીમાં G20 સમિટનું પ્રતિનિધિત્વ ભારતે કરતાં અનુપમ ખેરે સૌને ગર્વ લેવાનું કહ્યું છે. આ આયોજનમાં વીસ દેશોના પ્રતિનિધિઓ હાજર છે

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર


દિલ્હીમાં G20 સમિટનું પ્રતિનિધિત્વ ભારતે કરતાં અનુપમ ખેરે સૌને ગર્વ લેવાનું કહ્યું છે. આ આયોજનમાં વીસ દેશોના પ્રતિનિધિઓ હાજર છે. એમાં ભારતની સાથે અમેરિકા, કૅનેડા, યુકે, જપાન, રશિયા, ચીન, ઇન્ડોનેશિયા, ફ્રાન્સ, સાઉદી અરેબિયા, યુએઈ, ઑસ્ટ્રેલિયા, જર્મની, ઇટલી, આર્જેન્ટિના, સાઉથ આફ્રિકા, સાઉથ કોરિયા, ટર્કી, મેક્સિકો, યુરોપિયન યુનિયન અને આફ્રિકન યુનિયન સામેલ છે. આ સમિટ વિશે ઇન્સ્ટાગ્રામ પર અનુપમ ખેરે લખ્યું કે ‘જય જય ભારતમ્. આ લાગણી ત્યારે આવી શકે જ્યારે કોઈ G20 લીડરશિપ સમિટ માટે કરવામાં આવેલી વ્યવસ્થાને નિહાળે છે. આ હાઇટેક, સમાચારનો યુગ ખરેખર વર્લ્ડ ક્લાસ, પરંતુ આપણી સભ્યતા, આદર્શો, સંસ્કૃતિ અને ભવ્ય વારસાથી પરિપૂર્ણ છે. આ એ જ ભારત છે જેની ઇચ્છા આપણને હતી કે વિશ્વ આવી રીતે તેની તરફ જુએ, સ્વીકારે અને સાથે જોડાય. રાષ્ટ્રીય રાજધાની નવા રૂપમાં દેખાઈ રહી છે. આગામી બે દિવસ દિલ્હીના લોકોને થોડી તકલીફ પડવાની છે અને એ વિશે વડા પ્રધાને જણાવ્યું હતું. તેમણે દિલ્હીવાસીઓને ભારત માટે થોડું સહન કરવા કહ્યું છે. અતિથિ દેવો ભવ આપણી પરંપરા છે. આપણા મહેમાનોને તકલીફ ન પડે એ માટે આપણે થોડી તકલીફ ઉઠાવવી પડે. આ તકલીફ ક્ષણિક છે, પરંતુ ભારત સાથે જોડાયેલી જે યાદો અને છાપ વિશ્વ પર પડશે એ કાયમ જળવાઈ રહેશે. G20નું આવું લોકશાહીકરણ અગાઉ કદી પણ નહોતું જોયું. દેશનાં ૬૦ શહેરોમાં એના માટે લગભગ ૨૧૦ મીટિંગ્સ થઈ હતી. વડા પ્રધાને જનભાગીદારી વિશે સંબોધન કર્યું હતું. હવે આ બધાનું G20 બની ગયું છે, કેમ કે દેશના દરેક ખૂણે ગયા વર્ષથી આ ઇવેન્ટ યોજવામાં આવી હતી. એની અસર પરિવર્તનકારી હતી અને હું એનો સાક્ષી છું. આશા છે કે વિશ્વ વિવાદને બદલે સર્વસંમતિને પસંદ કરે. દેશોએ માનવ કેન્દ્રિત વિકાસને અપનાવવો જોઈએ. આપણનેે સંયુક્ત, ટકાઉ અને પર્યાવરણપ્રેમી પ્રગતિની જરૂર છે. આપણે વિકસિત દેશનો અવાજ છીએ. વિશ્વ આપણા દેશ તરફ ઉપાયો માટે આશા રાખે છે. ફ્રેન્ડ્સ, આ જ ક્ષણ છે જ્યારે આપણે સેલિબ્રેટ કરવું જોઈએ, ગર્વ કરવો અને વિશ્વાસ રાખવો જોઈએ કે ભારત હવે હાંસિયામાં નથી; ભારત ચમકી રહ્યો છે. કૉન્ગ્રેચ્યુલેશન્સ અને ગુડ લક મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી. જય હિન્દ. જય ભારત.’


Whatsapp-channel Whatsapp-channel

10 September, 2023 06:11 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK