ગ્લોરી અને સપને વર્સસ એવરીવન સીઝન 2
OTT જંક્શન
ગ્લોરી
‘ગ્લોરી’ એક સ્પોર્ટ્સ ડ્રામા સિરીઝ છે. આ સિરીઝમાં એક નવોદિત બૉક્સિંગ સ્ટારની વાર્તા છે. રિંગમાં ગળાકાપ સ્પર્ધાવાળી આ દુનિયામાં નિહાલ સિંહ નામના યુવાન અને હોશિયાર બૉક્સરનું અચાનક સંદિગ્ધ મોત થઈ જાય છે. કહાની એક દુખદ ઘટનાથી શરૂ થાય છે, પરંતુ ધીમે-ધીમે એક ગૂંચવાયેલી મર્ડર-મિસ્ટરીમાં ફેરવાઈ જાય છે. તપાસ જેમ-જેમ આગળ વધે છે એમ શંકાની સોય તેના કોચ, વિરોધી અને પરિવારના લોકો તરફ પણ ઇશારો કરે છે. ‘ગ્લોરી’માં પુલકિત સમ્રાટ અને દિવ્યેન્દુ મુખ્ય ભૂમિકામાં છે. તેમની સાથે સુવિન્દર વિક્કી, આશુતોષ રાણા, સિકંદર ખેર, જન્નત ઝુબેર અને સયાની ગુપ્તા પણ છે. ‘ગ્લોરી’ નેટફ્લિક્સ પર જોવા મળશે.
સપને વર્સસ એવરીવન સીઝન 2
‘સપને વર્સસ એવરીવન સીઝન 2’ની વાર્તા પહેલી સીઝનના રોમાંચક વળાંકથી આગળ વધે છે. પ્રશાંતનો રોલ કરી રહેલો પરમવીર સિંહ ચીમા મુંબઈની સ્પર્ધાભરી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેને સતત રિજેક્શનનો સામનો કરવો પડે છે જેના કારણે તેનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. આ બીજી સીઝન એક સવાલ ઊભો કરે છે કે શું ભાગ્ય પોતે તમારી પાસે આવે છે કે એને મેળવવા માટે સંઘર્ષ કરવો પડે છે. આ સિરીઝ પ્રાઇમ વિડિયો પર જોઈ શકાય છે.
