આ સેલિબ્રેશનમાં બૉલીવુડની સ્ટાર પત્નીઓ આકર્ષક રીતે સજીધજીને આવી હતી અને એકબીજા સાથે બહુ સારી રીતે સમય પસાર કર્યો હતો
આ સેલિબ્રેશનમાં બૉલીવુડની સ્ટાર પત્નીઓ આકર્ષક રીતે સજીધજીને આવી હતી
અનિલ કપૂરના ઘરે દર વર્ષે ધામધૂમથી કરવા ચૌથની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ એનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. આ સેલિબ્રેશનમાં બૉલીવુડની સ્ટાર પત્નીઓ આકર્ષક રીતે સજીધજીને આવી હતી અને એકબીજા સાથે બહુ સારી રીતે સમય પસાર કર્યો હતો. આ સેલિબ્રિટીઓમાં જેઠાણી સાથે આવેલી વરુણ ધવનની પત્ની નતાશા દલાલ બહુ સુંદર લાગી રહી હતી. તેના સિવાય પૂજામાં શિલ્પા શેટ્ટી, રવીના ટંડન, ભાવના પાંડે, ચંકી પાંડે, મીરા કપૂર, ડેવિડ ધવન અને તેની પત્ની, જાવેદ અખ્તર અને શબાના આઝમી તેમ જ બીજી અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી.
સોનમ કપૂરે હાથથી સંતાડી દીધો બેબી-બમ્પ
ADVERTISEMENT

અનિલ કપૂરની દીકરી સોનમ કપૂર પણ કરવા ચૌથની ઉજવણી કરવા માટે પિયર પહોંચી હતી. ચર્ચા છે કે સોનમ અત્યારે બીજી વખત પ્રેગ્નન્ટ છે, પણ તેણે આ વાતની હજી જાહેરાત નથી કરી. આ કારણે જ કારમાંથી ઊતરતી વખતે સોનમે પોતાનો બેબી-બમ્પ હાથથી સંતાડી દીધો હતો અને પછી ફોટોગ્રાફર્સને તેની તસવીર ક્લિક ન કરવા માટે વિનંતી કરી હતી જે ફોટોગ્રાફર્સે માની પણ લીધી હતી.


