ઉમરાવ જાનના ડિરેક્ટર મુઝફ્ફર અલીએ આ બન્ને સ્ટાર્સની રિલેશનશિપ વિશે વાત કરી
ડિરેક્ટર મુઝફ્ફર અલીએ રેખા-અમિતાભ આ બન્ને સ્ટાર્સની રિલેશનશિપ વિશે વાત કરી
અમિતાભ બચ્ચન અને રેખાની જોડીએ દાયકાઓથી સાથે કામ નથી કર્યું છતાં આજે પણ આ જોડી ચર્ચામાં છે. આ જોડી છેલ્લે ૧૯૮૧માં રિલીઝ થયેલી યશ ચોપડાની ફિલ્મ ‘સિલસિલા’માં જોવા મળી હતી. એ જ વર્ષે રેખાની ‘ઉમરાવ જાન’ પણ રિલીઝ થઈ હતી. ‘ઉમરાવ જાન’ના ડિરેક્ટર મુઝફ્ફર અલીએ રેખાની બાયોગ્રાફી ‘રેખા : ધ અનટોલ્ડ સ્ટોરી’ના લેખક યાસીર ઉસ્માનને રેખા અને અમિતાભ બચ્ચનની રિલેશનશિપ વિશે જણાવ્યું હતું.
મુઝફ્ફર અલીએ જણાવ્યું હતું કે ‘રેખા ખૂબ સંવેદનશીલ મહિલા છે. દિલ્હીમાં ‘ઉમરાવ જાન’ના શૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચન સેટ પર અવારનવાર આવતા હતા. આ હકીકત છે. જ્યારે પણ અમિતાભ બચ્ચન વિશે વાત થતી ત્યારે રેખા હંમેશાં પત્નીની જેમ જ ‘ઇન્હોંને’, ‘ઇન્હેં’ જેવા શબ્દોનો ઉપયોગ કરતી. મને લાગે છે કે તે પોતાને પરણેલી જ માનતી હતી. તે અમિતાભના પ્રેમમાં હતી અને છે. તેમણે ચોક્કસપણે સંબંધને એક ઓળખ આપવી જોઈતી હતી. રેખા સાથે અમિતાભે લગ્ન કરી લેવાં જોતાં હતાં.’

