અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર ચંદ્ર બારોટના નિધન વિશે ભાવુક પોસ્ટ લખી છે
અમિતાભ બચ્ચન ચંદ્ર બારોટ સાથે
અમિતાભ બચ્ચને સોશ્યલ મીડિયા પર ચંદ્ર બારોટના નિધન વિશે ભાવુક પોસ્ટ લખી છે. તેમણે કહ્યું છે કે તેમણે ડિરેક્ટરને માત્ર ડિરેક્ટર તરીકે નહીં પણ એક પારિવારિક મિત્ર તરીકે પણ જોયા હતા. અમિતાભે પોતાની પોસ્ટમાં લખ્યું છે, ‘એક દુખદ ક્ષણ. મારા પ્રિય મિત્ર અને ‘ડૉન 3’ના ડિરેક્ટર ચંદ્ર બરોટનું નિધન થયું. આ નુકસાનને શબ્દોમાં વ્યક્ત કરવું મુશ્કેલ છે. હા, અમે એકસાથે કામ કર્યું હતું, પરંતુ તેઓ કોઈ અન્ય કરતાં વધુ એક પારિવારિક મિત્ર હતા. હું ફક્ત પ્રાર્થના કરી શકું.’


