અમિતાભ બચ્ચને તડકામાં માણી લીંબુપાણીની મજા
અમિતાભ બચ્ચન હાલમાં તડકામાં લીંબુપાણીની મજા લેતા જોવા મળ્યા હતા. તેઓ શૂટિંગ દરમ્યાન સેટ પર લીંબુપાણી પી રહ્યા હતા. આ શૂટિંગ ‘મે ડે’નું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને અજય દેવગન ડિરેક્ટ કરી રહ્યો છે. સાથે જ ફિલ્મમાં તે લીડ રોલમાં પણ જોવા મળશે. અમિતાભ બચ્ચન પોતાની દરરોજની ઍક્ટિવિટીઝ સોશ્યલ મીડિયા પર શૅર કરતા રહે છે. લીંબુપાણીનો ગ્લાસ તેમનાં હાથમાં હતો. એ ફોટોને ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને હિન્દીમાં ટ્વીટ કર્યું હતું, ‘નીંબુપાની ધૂપ મેં, ચશ્માં જૅકેટ શૂટ મેં, કહાં હૈ યે ઔર કૌન સી હૈ, પતા ચલે કુછ દેર મેં.’