અહાન પાંડે અને હૃતિક રોશનની સરખામણી વિશે અમીષા પટેલે આપ્યું હતું આ નિવેદન
અમીષા પટેલ, અહાન પાંડે, હૃતિક રોશન
અહાન પાંડે તેની ફિલ્મ ‘સૈયારા’થી રાતોરાત પ્રખ્યાત થઈ ગયો છે. ફૅન્સ તેની તુલના વર્ષ ૨૦૦૦માં પહેલી ફિલ્મ ‘કહો ના... પ્યાર હૈ’થી આવું જ સ્ટારડમ મેળવનાર હૃતિક રોશન સાથે કરી રહ્યા છે. હૃતિકની આ પહેલી ફિલ્મમાં તેની સાથે હિરોઇન તરીકે અમીષા પટેલ હતી. હાલમાં સોશ્યલ મીડિયા પર ફૅન્સ સાથે વાતચીત કરવા માટે યોજેલા ‘આસ્ક મી ઍનીથિંગ’ સેશન દરમ્યાન અમીષાને જ્યારે અહાનની હૃતિક સાથેની તુલના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું હતું કે ‘મેં ફિલ્મ જોઈ નથી, પરંતુ હું તેને શુભેચ્છાઓ પાઠવું છું. અહાન ખૂબ જ પ્રતિભાશાળી અભિનેતા છે, પરંતુ બાપ તો બાપ જ છે અને બેટો તો બેટો જ રહેશે. ડુગ્ગુ મોટા ભાગના સ્ટાર્સ માટે એક મોટો પડકાર છે.’


