બન્ને કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં હોવાની ચર્ચા
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
હાલમાં હૃતિક રોશન અને તૃપ્તિ ડિમરી બન્ને ચર્ચામાં છે. હૃતિકની આગામી ફિલ્મ ‘વૉર 2’ અને તૃપ્તિની ‘ધડક 2’ રિલીઝ થવા માટે તૈયાર છે ત્યારે હાલમાં હૃતિક અને તૃપ્તિનો એક વિડિયો વાઇરલ થયો છે. આ વિડિયોમાં બન્ને
ડાન્સ-ફ્લોર પર જબરદસ્ત ડાન્સ કરતાં જોવા મળે છે. આ વાઇરલ વિડિયોમાં હૃતિક અને તૃપ્તિ વચ્ચે જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળે છે અને ચર્ચા થવા લાગી છે કે આ બન્ને કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જોકે કેટલાક ફૅન્સ માને છે કે આ કોઈ ઍડનું શૂટિંગ ચાલી રહ્યું છે.

