હાલમાં ફારાહ ખાને તેના વ્લૉગ માટે અમીષા પટેલના ઘરની મુલાકાત લીધી હતી
ફારાહ ખાને તેના વ્લૉગ માટે અમીષા પટેલના ઘરની મુલાકાત લીધી હતી
હાલમાં ફારાહ ખાને તેના વ્લૉગ માટે અમીષા પટેલના ઘરની મુલાકાત લીધી હતી. આ વ્લૉગમાં અમીષાએ જણાવ્યું કે તેની પાસે બૅગ્સ, બેલ્ટ અને જૂતાંનું એટલું મોટું કલેક્શન છે કે એના પર ખર્ચેલા પૈસાથી તે મુંબઈમાં એક બીજું પેન્ટહાઉસ ખરીદી શકી હોત. મળતી માહિતી પ્રમાણે અમીષા પાસે લગભગ ૪૦૦ લક્ઝરી બૅગ્સનું કલેક્શન છે જેમાં ‘હર્મિસ બર્કિન’ જેવી કરોડો રૂપિયાની કીમતી બૅગ્સનો સમાવેશ થાય છે. આ બૅગ્સ ફૅશનની દુનિયામાં સ્ટેટસ સિમ્બૉલ ગણાય છે અને એની કિંમત લાખોથી લઈને કરોડો રૂપિયા સુધી હોય છે.


