‘ગદર 2’એ વિશ્વભરમાં ૬૯૧ કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કર્યો હતો
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’
સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’ ૨૦૨૩માં રિલીઝ થઈ હતી અને બૉક્સ-ઑફિસ પર બ્લૉકબસ્ટર સાબિત થઈ હતી. માત્ર ૬૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી ‘ગદર 2’એ વિશ્વભરમાં ૬૯૧ કરોડ રૂપિયાનો શાનદાર બિઝનેસ કર્યો હતો. હવે આ ફિલ્મની રિલીઝને બે વર્ષ પૂર્ણ થયાં છે. ડિરેક્ટર અનિલ શર્માએ ‘ગદર 2’ની બીજી ઍનિવર્સરી નિમિત્તે ખાસ ઇન્ટરવ્યુ આપ્યો છે અને આ ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું છે કે ‘‘ગદર’ ખૂબ મોટી હિટ હતી, પરંતુ ‘ગદર 2’ પહેલા દિવસથી જ મોટી સફળતા હાંસલ કરવામાં સફળ રહી. અમે હવે ચોક્કસપણે ‘ગદર 3’ બનાવી રહ્યા છીએ. વાર્તા આગળ પણ ચાલુ રહેશે. ‘ગદર’ અને ‘ગદર 2’ બન્નેની સફળતાથી ખબર પડે છે કે આ વાર્તા અને પાત્રો લોકોનાં દિલોમાં ખાસ સ્થાન ધરાવે છે અને આ વાર્તા ત્રીજા ભાગમાં પણ લોકોને ગમશે.’


