અલ્લુ અર્જુને સ્વતંત્રતા દિવસ પર અશોકચક્ર વગરના ભારતીય રાષ્ટ્રધ્વજની તસવીર શૅર કરતાં સોશ્યલ મીડિયા પર ટ્રોલ થયો હતો. વિવાદ વધતાં તેણે પોસ્ટ ડિલીટ કરી દીધી.
સ્વતંત્રતાદિવસે અશોકચક્ર વગરનો રાષ્ટ્રધ્વજ પોસ્ટ કરીને વિવાદમાં ફસાયો અલ્લુ અર્જુન
સાઉથ સ્ટાર અલ્લુ અર્જુનને સ્વતંત્રતાદિવસે સોશ્યલ મીડિયા પર શૅર કરેલી એક પોસ્ટને કારણે ટીકાઓનો સામનો કરવો પડ્યો. તેણે ભારતીય રાષ્ટ્રધ્વજની એક તસવીર શૅર કરી હતી જેમાં અશોકચક્ર જોવા મળતું નહોતું. આ તસવીર સામે અનેક સોશ્યલ મીડિયા યુઝર્સે નારાજગી વ્યક્ત કરી હતી અને તેને ટ્રોલ કર્યો હતો. આ વિવાદ વધ્યા બાદ અલ્લુ અર્જુને આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી. જોકે પોસ્ટ ડિલીટ કર્યા બાદ પણ એની તસવીર સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી. અલ્લુ અર્જુને અત્યાર સુધી આ વિવાદ વિશે જાહેરમાં કોઈ પ્રતિક્રિયા આપી નથી અને તેણે આ તસવીર શા માટે શૅર કરી હતી તે વિશે પણ કોઈ સ્પષ્ટતા કરી નથી.
