Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અક્ષય, સની અને રણબીર આમને-સામને

અક્ષય, સની અને રણબીર આમને-સામને

10 June, 2023 02:21 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અગિયારમી ઑગસ્ટે એકસાથે રિલીઝ થશે ‘ઓહ માય ગૉડ 2’, ‘ગદર 2’ અને ‘ઍનિમલ’

અક્ષય કુમાર, સની દેઓલ અને રણબીર કપૂર

અક્ષય કુમાર, સની દેઓલ અને રણબીર કપૂર


અક્ષયકુમારની ‘ઓહ માય ગૉડ 2’ને અગિયારમી ઑગસ્ટે રિલીઝ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાતને લઈને હવે એ દિવસે બૉક્સ-ઑફિસ પર ત્રણ મોટી ફિલ્મોની ટક્કર થવા જઈ રહી છે. રણબીર કપૂરની ‘ઍનિમલ’ અને સની દેઓલની ‘ગદર 2’ એ દિવસે રિલીઝ થવાની જાહેરાત પહેલેથી કરવામાં આવી હતી. હવે આ દિવસે અક્ષયકુમારની વધુ એક ફિલ્મ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મની જાહેરાત ગઈ કાલે જ કરવામાં આવી હતી. અક્ષયકુમારે તેનો ફોટો પણ શૅર કર્યો છે. આ ફિલ્મમાં તેની સાથે પંકજ ત્રિપાઠી જોવા મળી રહ્યો છે. ‘ગદર’ જ્યારે રિલીઝ થઈ ત્યારે એની સાથે આમિર ખાનની ‘લગાન’ની ટક્કર થઈ હતી. હવે સીક્વલ સાથે અક્ષયકુમાર અને રણબીરની ટક્કર થવાની છે.


Whatsapp-channel Whatsapp-channel

10 June, 2023 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK