લોકોને અલગ-અલગ ફિલ્મો ૧૧ અને ૧૫ ઑગસ્ટે જોવા મળવાની છે
સની દેઓલ, ‘ગદર 2’, રણબીર કપૂર, ‘ઍનિમલ, જૉન એબ્રાહમ,‘તારીક, વિવેક અગ્નિહોત્રી, ‘ધ વૅક્સિન વૉર
આ વર્ષે ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે બૉક્સ-ઑફિસ પર એકસાથે ચાર ફિલ્મોની ટક્કર થવાની છે. લોકોને અલગ-અલગ ફિલ્મો ૧૧ અને ૧૫ ઑગસ્ટે જોવા મળવાની છે. સની દેઓલની ‘ગદર 2’ અને રણબીર કપૂરની ‘ઍનિમલ’ ૧૧ ઑગસ્ટે રિલીઝ થવાની છે. તો બીજી તરફ જૉન એબ્રાહમની ‘તારીક’ અને વિવેક અગ્નિહોત્રીના ડિરેક્શનમાં બનતી ‘ધ વૅક્સિન વૉર’ ૧૫ ઑગસ્ટે રિલીઝ થશે. એથી એ આખાય વીકમાં લોકોની ભીડ થિયેટરની બહાર જોવા મળવાની છે. એમાંથી દર્શકોએ કઈ ફિલ્મ જોવી એની ચૉઇસ કરવાની રહેશે. એવામાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મના પ્રોડ્યુસર્સ પરસ્પર ચર્ચા કરી રહ્યા છે કે કઈ રીતે આ મુદ્દાનો ઉકેલ લાવવામાં આવે. એવી ચર્ચા ચાલી રહી છે કે ઇન્ડિપેન્ડન્સ વીક-એન્ડ માટે ‘ગદર 2’ બંધ બેસે છે. જોકે એની સાથે રિલીઝ થનારી ‘ઍનિમલ’ના પ્રોડ્યુસર આ ફિલ્મની રિલીઝની તારીખ બદલવા તૈયાર નથી. બીજી તરફ જૉન એબ્રાહમ તેની ‘તારીક’ અને વિવેક અગ્નિહોત્રી તેની ‘ધ વૅક્સિન વૉર’ને ૧૫ ઑગસ્ટે રિલીઝ કરવા માટે અડગ છે. એવામાં જોવું રહ્યું કે ચારેય ફિલ્મોના પ્રોડ્યુસર કોઈ સમાધાન પર આવે છે કે નહીં.

