Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બૉલીવુડની મસ્ત મસ્ત જોડી બાવીસ વર્ષ પછી એકસાથે

બૉલીવુડની મસ્ત મસ્ત જોડી બાવીસ વર્ષ પછી એકસાથે

Published : 26 June, 2026 02:22 PM | Modified : 26 June, 2026 02:23 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફિલ્મમાં તેમની રોમૅન્ટિક કેમિસ્ટ્રી નથી પણ આમ છતાં બન્નેનાં અનેક દૃશ્યો અને એક ગીત છે

અક્ષય કુમાર, રવીના ટંડન

અક્ષય કુમાર, રવીના ટંડન


આજે રિલીઝ થયેલી ‘વેલકમ ટુ ધ જંગલ’ની સૌથી વધુ ચર્ચાતી બાબતોમાંની એક છે અક્ષય કુમાર અને રવીના ટંડનનું પુનર્મિલન, કારણ કે બન્ને બાવીસ વર્ષ પછી એક ફિલ્મમાં સાથે જોવા મળશે. ૧૯૯૦ના દાયકામાં ઑફ-સ્ક્રીન રિલેશનશિપને કારણે ચર્ચામાં રહેલાં અક્ષય અને રવીનાને ફરી એકસાથે લાવવાનું શ્રેય ડિરેક્ટર અહમદ ખાનને જાય છે. જોકે ‘વેલકમ ટુ ધ જંગલ’માં અક્ષય અને રવીનાની રોમૅન્ટિક જોડી નથી, પણ આમ છતાં બન્નેનાં અનેક દૃશ્યો અને એક ગીત છે.

આ ખાસ કાસ્ટિંગ વિશે વાત કરતાં અહમદ ખાન કહે છે, ‘અક્ષય અને રવીના સાથેની મારી દાયકાઓ જૂની મિત્રતાના કારણે આ શક્ય બન્યું છે. રવીના અને અક્ષય બન્ને મારાં ખૂબ જ સારાં મિત્રો છે. અમે એકબીજાને ૩૦ વર્ષથી વધુ સમયથી ઓળખીએ છીએ. લાંબા સમયથી ઓળખાણ હોવાથી અમે એકબીજાના જીવનમાં શું બન્યું છે એ સારી રીતે જાણીએ છીએ. તેમના ફૅન્સ તેમને સાથે જોવા માટે ઉત્સુક હતા અને હું તેમના ફૅન્સને સરપ્રાઇઝ આપવા ઇચ્છતો હતો. અક્ષયે પણ મને પાત્રને અનુરૂપ કાસ્ટિંગ કરવામાં પૂરતો સપોર્ટ આપ્યો હતો. રવીનાને ખબર પડી કે અક્ષય પહેલેથી જ પ્રોજેક્ટનો ભાગ છે ત્યારે તેને કોઈ વાંધો નહોતો અને તેણે કહ્યું હતું ‘અક્ષય છે તો શું થયું? આપણે બધા કલાકારો છીએ, પરિપક્વ છીએ. આપણે બધા મિત્રો છીએ અને સેટ પર ખૂબ મજા કરીશું.’



અક્ષય અને રવીના સાથેના શૂટિંગના અનુભવને યાદ કરતાં અહમદ ખાન કહે છે, ‘ફિલ્મની એક સીક્વન્સમાં અક્ષય અને રવીના સાથે ડાન્સ કરી રહ્યાં હતાં. આ સમયે ખુશ થઈને આખા સેટે તાળીઓ પાડી હતી. આ સમયે ‘મોહરા’માં તેમની સાથે કામ કરી ચૂકેલો સુનીલ શેટ્ટી પણ ત્યાં આવ્યો અને કહ્યું કે ‘અરે, મારી ‘મોહરા’ની જોડી આવી ગઈ.’


ઑફ-કૅમેરા સ્પાર્ક

‘વેલકમ ટુ ધ જંગલ’ના શૂટિંગ વખતના વાતાવરણ વિશે વાત કરતાં અહમદ ખાને કહ્યું હતું કે ‘આ નાની ઇન્ડસ્ટ્રી છે અને સમય જતાં દરેક વ્યક્તિ પોતાના ભૂતકાળને પાછળ છોડી આગળ વધે છે. સેટની બહાર પણ રવીના અને અક્ષય મિત્રો હતાં. તેઓ મજાક કરતાં, હસતાં-રમતાં અને પોતાનાં બાળકો વિશે વાતો કરતાં હતાં. અમે જૂના દિવસો અને અગાઉની ફિલ્મોના કામને યાદ કર્યું.’


અક્ષય અને રવીનાની મસ્ત મસ્ત ફિલ્મો

 મોહરા (૧૯૯૪)
 ખિલાડિયોં કા ખિલાડી (૧૯૯૬)
 દાવા (૧૯૯૭)
 કીમત (૧૯૯૮)
 બારુદ (૧૯૯૮)
 પોલીસ ફોર્સ : અૅન ઇનસાઇડ સ્ટોરી (૨૦૦૪)
 મૈં ખિલાડી તૂ અનાડી (૧૯૯૪) (રવીના ટંડનનો કૅમિયો)

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2026 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK