° °

આજનું ઇ-પેપર
Wednesday, 12 May, 2021


પહેલી વાર સાથે દેખાશે રવીના ટંડન અને અક્ષય ખન્ના, `Legacy`માં દેખાશે અવનવો અંદાજ

13 April, 2021 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

ડિરેક્ટર વિજય ગુટ્ટે માટે આ ક્ષણ ખૂબ જ આનંદની છે. પ્રૉજેક્ટ વિશે તેઓ કહે છે કે, `Legacy મારી આકાંક્ષાઓથી ભરેલી યોજના છે જેને મોટા પાયે તૈયાર કરવામાં આવી છે,

રવીના ટંડન (તસવીર સૌજન્ય મિડ-ડે)

રવીના ટંડન (તસવીર સૌજન્ય મિડ-ડે)

90ના દાયકાની સુપરસ્ટાર મસ્ત મસ્ત ગર્લ રવીના ટંડન અને અક્ષય ખન્ના પહેલીવાર ડાયરેક્ટર વિજય ગુટ્ટેની વેબ સીરિઝ `Legacy`માં એકબીજા સાથે જોવા મળશે. પહેલીવાર અભિનયના આ બે દિગ્ગજોને એક સાથે, એક મંચ પર જોવું ઉત્સાહિત કરનારું હશે. જો કે બન્ને પાત્રો વચ્ચે વેબસીરિઝઝમાં હાઇ વૉલ્ટેજ ડ્રામા અને ઝગડો જોવા મળશે.

ઝગડાની તીવ્રતાને મોટા પાયે દર્શાવવા માટે વિશ્વના દર્શકો સુધી આ ડ્રામા સીરિઝ પહોંચાડવા માટે વેબસીરિઝનું શૂટિંગ અનેક દેશોમાં થઈ ચૂક્યું છે. ડાયરેક્ટર વિજય ગુટ્ટે આ પહેલા `ધ એક્સીડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર` બનાવી ચૂક્યા છે, જેના ઘણાં વખાણ થયા. હવે આ વેબસીરિઝ `Legacy` દ્વારા ડિજિટલ જગતમાં અક્ષય ખન્ના અને રવીના ટંડન સાથે કરી રહ્યા છે એક સૉલિડ સબ્જેક્ટ પર કામ.

પ્રૉજેક્ટ વિશે અક્ષય ખન્ના કહે છે કે, "ખૂબ જ સારો અનુભવ હોય છે તેમની સ્ટોરી પર કામ કરવામાં, જ્યાં તમે સીમાથી પર, પોતાની શક્તિઓનું પ્રદર્શન કરો છો. અમે સ્ટોરી વિશે જાણતા હતા, તેથી અમારી જવાબદારી હતી કે અમે અમારું સર્વશ્રેષ્ઠ આપીએ જેથી દર્શકો સુધી તે વાત પહોંચી શકે જે અમે પહોંચાડવા માગીએ છીએ અને હું ખુશ છું કે Legacy મારી પહેલી શરૂઆત છે વેબસીરિઝના વિશ્વમાં."

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Raveena Tandon (@officialraveenatandon)

એક્ટ્રેસ રવીના પણ ખૂબ જ ખુશ છે અને પોતાનો અનુભવ શૅર કરતા કહે છે કે, "Legacy બે શક્તિશાળી વ્યક્તિની એક ખૂબ જ રસપ્રદ સ્ટોરી છે જેમાં ખૂબ જ મનોરંજન અને ડ્રામા છે. આ કારણે મને આ સીરિઝ કરવા માટે મજબૂર કરી દીધી. આ સીરિઝમાં પોતાની અભિનય ક્ષમતાને બતાવવા માટે સંપૂર્ણ મહેનત કરવામાં આવી. હું ખૂબ જ ખુશ છું Legacyનો ભાગ બનીને."

ડિરેક્ટર વિજય ગુટ્ટે માટે આ ખૂબ જ આનંદની ક્ષણો છે. પ્રૉજેક્ટ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, "Legacy મારી આકાંક્ષાઓથી ભરેલી યોજના છે જેને મોટા પાયે તૈયાર કરવામાં આવી છે, જ્યાં પ્રૉફેશનલ જગતની હકીકતો પરથી પડદો ઉઠાવશે. હું અક્ષય અને રવીના (Raveena Tandon) સાથે કામ કરવા માટે ખૂબ જ એક્સાઇટેડ છું." `Legacy`ને પ્રૉડ્યૂસ કરી રહ્યું છે આફ્ટર સ્ટૂડિયોઝ, એ એ ફિલ્મ્સ અને સની બક્શી. જેમાં અક્ષય ખન્ના અને રવીના ટંડન મુખ્ય પાત્રમાં જોવા મળશે. જેને ડિરેક્ટર કરી રહ્યા છે વિજય ગુટ્ટે.

13 April, 2021 05:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

કોરોના દર્દીઓનો મસીહા બન્યો ટેલીવિઝનનો `રામ`, શરૂ કરી કોવિડ-19 હૉસ્પિટલ

ગુરમીત ચૌધરીએ ગરીબો અને મધ્યમ વર્ગીય લોકોને ધ્યાનમાં રાખીને તાજેતરમાં જ મહારાષ્ટ્રના નાગપુરમાં `આસ્થા` નામની એક કોવિડ-19 હૉસ્પિટલ શરૂ કરી છે.

11 May, 2021 07:20 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

ફિલ્મમેકર હંસલ મેહતાનો પરિવાર થયો હતો કોરોના સંક્રમિત, કહ્યું આ...

ફિલ્મમેકર હંસલ મેહતાએ ટ્વિટર પર એક પોસ્ટ શૅર કરી છે, જેમાં તે જણાવે છે કે કેવી રીતે તેમણે અને તેમના પરિવારે કોરોનાને માત આપી અને ઘરે પાછા આવ્યા. જણાવવાનું કે પોસ્ટમાં હંસલ મેહતાએ મુંબઇ બીએમસીનો આભાર પણ માન્યો છે.

11 May, 2021 07:08 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બૉલિવૂડ સમાચાર

સિખ કમ્યુનિટી પર ભરોસો કરવા માટે બિગ બીનો આભાર માન્યો મિકા સિંહે

1000થી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ

11 May, 2021 01:38 IST | Mumbai | Gaurav Sarkar

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK