Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘ભોલા’ના સેટ પર અજય દેવગન એકદમ અલગ વ્યક્તિ હતો : તબુ

‘ભોલા’ના સેટ પર અજય દેવગન એકદમ અલગ વ્યક્તિ હતો : તબુ

25 January, 2023 04:17 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તબુ અને અજય દેવગને ટોટલ ૯ ફિલ્મમાં સાથે કામ કર્યું છે.

તબુ

તબુ


તબુનું કહેવું છે કે ‘ભોલા’ના સેટ પર અજય દેવગન એકદમ અલગ વ્યક્તિ હતો. આ ફિલ્મને અજય દેવગને ડિરેક્ટ કરી છે. બન્નેએ અત્યાર સુધી ટોટલ ૯ ફિલ્મમાં કામ કર્યું છે. જોકે પહેલી વાર અજયે ‘ભોલા’માં તબુને ડિરેક્ટ કરી છે. આ વિશે વાત કરતાં તબુએ કહ્યું કે ‘ડિરેક્ટ કરતી વખતે તે અજય દેવગન નહોતો, જેને હું ઘણાં વર્ષોથી ઓળખું છું. તે જ્યારે ડિરેક્ટરની ખુરસી પર બેઠો ત્યારે તે અલગ વ્યક્તિ બની ગયો હતો.’

આ પણ વાંચો : `ભોલા`માંથી તબુનો જોરદાર પોલીસ લૂક વાયરલ, અજયે કહ્યું, `એક ખાકી- સો શૈતાન`



સ્પેશ્યલ ટ્રીટમેન્ટ વિશે પૂછવામાં આવતાં તબુએ કહ્યું કે ‘સ્પેશ્યલ ટ્રીટમેન્ટ તો દૂરની વાત, તે મારી બાજુ જોઈને સ્માઇલ પણ નહોતો કરતો. તે એકદમ ચૂપ થઈ ગયો હતો અને એકદમ ફોકસ હતો. તે એમ પણ ચૂપ હોય છે, પરંતુ ત્યારે તે વધુપડતો ચૂપ થઈ ગયો હતો. તે પોતે એક ખૂબ સારો ઍક્ટર છે અને એથી જ એનું બ્રીફિંગ અને ઇન્સ્ટ્રક્શન પણ અન્ય ઍક્ટર માટે એકદમ સચોટ રહેતું હતું. તે ઍક્ટર અને ડિરેક્ટર બન્નેના રોલમાં ગજબનો સ્વિચ કરતો હતો.’


Whatsapp-channel Whatsapp-channel

25 January, 2023 04:17 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK