Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પૅરિસ ફૅશન વીકમાં બાવન વર્ષની ઐશ્વર્યા રાય બચ્ચન છવાઈ ગઈ

પૅરિસ ફૅશન વીકમાં બાવન વર્ષની ઐશ્વર્યા રાય બચ્ચન છવાઈ ગઈ

Published : 30 September, 2026 10:58 AM | IST | Paris
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઐશ્વર્યાએ પૅરિસ ફૅશન વીક ૨૦૨૬માં હાજરી આપી હતી, જ્યાં તેનો ગ્લૅમરસ અને રૉયલ અંદાજ જોવા મળ્યો હતો

પૅરિસ ફૅશન વીકમાં ઐશ્વર્યા રાય બચ્ચન

પૅરિસ ફૅશન વીકમાં ઐશ્વર્યા રાય બચ્ચન


ઐશ્વર્યા રાય બચ્ચન ફરી એક વાર પોતાના લુકને લઈને ચર્ચામાં છે. ઐશ્વર્યાએ પૅરિસ ફૅશન વીક ૨૦૨૬માં હાજરી આપી હતી, જ્યાં તેનો ગ્લૅમરસ અને રૉયલ અંદાજ જોવા મળ્યો હતો. આઇફલ ટાવર સામે યોજાયેલી આ ફૅશન-ઇવેન્ટમાં બાવન વર્ષની ઐશ્વર્યાએ રૅમ્પ-વૉક કરીને પ્રશંસા મેળવી હતી. સોશ્યલ મીડિયા પર તેના અનેક વિડિયો વાઇરલ થઈ રહ્યા છે.

લૉરિયલ પૅરિસની ‘એક્સપ્રેસ યૉર વર્થ’ ઇવેન્ટ પૅરિસ ફૅશન વીકની શરૂઆતની મુખ્ય હાઇલાઇટ હતી અને એનું આયોજન સોમવારે આઇફલ ટાવરના પાયામાં આવેલી પ્લેસ જોફ્રે નામની જગ્યામાં એક ભવ્ય ઓપન-ઍર પબ્લિક ઇવેન્ટ તરીકે કરાયું હતું. આ ઇવેન્ટની થીમ આત્મ-અભિવ્યક્તિ, સિસ્ટરહુડ અને મહિલા સશક્તીકરણ પર આધારિત હતી.




ઇવેન્ટમાં ઐશ્વર્યાએ કૅન્ડલ જેનર, સિમોન ઍશ્લી, સેલિન ડિયોન અને ઈવા લૉન્ગોરિયા જેવી જાણીતી હસ્તીઓ સાથે રૅમ્પ-વૉક કર્યું હતું. લૉરિયલ પૅરિસની આ ખાસ ઇવેન્ટમાં ઐશ્વર્યાએ પોતાના અંદાજ અને જબરદસ્ત આત્મવિશ્વાસથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ ખાસ પ્રસંગમાં ઐશ્વર્યાએ ડિઝાઇનર યારા શૂમેકરનું કસ્ટમ-મેડ બ્લૅક વેલ્વેટ ગાઉન પહેર્યું હતું. આ ગાઉનની પાછળ લાંબી અને ડ્રામેટિક કેપ જોડાયેલી હતી. કેપની કિનારીઓ પર લગાવવામાં આવેલાં ચમકદાર ક્રિસ્ટલ અને સ્ટોન્સ આઉટફિટને શાનદાર રૉયલ ટચ આપી રહ્યાં હતાં. ઐશ્વર્યાએ પોતાના લુકને ડીપ બર્ગન્ડી શેડના વેવી વાળ, બોલ્ડ રેડ લિપ્સ અને વિંગ્ડ આઇલાઇનર સાથે કમ્પ્લીટ કર્યો હતો. આ સિવાય માથા પર સજાવેલું જ્વેલ્ડ ટિયારા તેના સમગ્ર લુકની સુંદરતામાં વધારો કરી રહ્યું હતું.

ઐશ્વર્યા અને સેલિન ડિયોનનું બૉન્ડિંગ


પૅરિસ ફૅશન વીકની ઇવેન્ટમાંથી સોશ્યલ મીડિયા પર ઐશ્વર્યા રાય બચ્ચનનો એક વિડિયો પણ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે જેમાં તે જાણીતી ગાયિકા સેલિન ડિયોન સાથે સ્ટેજ પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. વિડિયોમાં બન્ને એકબીજાને ગળે મળતી અને કિસ કરતી જોવા મળે છે. ત્યાર બાદ બન્નેએ એકબીજાનો હાથ પકડીને સાથે ડાન્સ કર્યો હતો. ઐશ્વર્યા અને સેલિનના આ ખાસ બૉન્ડિંગે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2026 10:58 AM IST | Paris | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK