અંકુશ, પરવીને ફાઇનલમાં પહોંચીને ઓછોમાં ઓછો સિલ્વર પાક્કો કર્યો
બૉક્સર નરેન્દ્ર બેરવાલ
એશિયન ગેમ્સ 2026માં પુરુષોની ૯૦+ કિલો કૅટેગરીની સ્પર્ધામાં વર્તમાન વિશ્વ ચૅમ્પિયન આઇબેક ઓરાલબે સામે હાર્યા પછી ભારતીય બૉક્સર નરેન્દ્ર બેરવાલે બ્રૉન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો.
સેમી-ફાઇનલમાં હરિયાણાનો ૩૧ વર્ષનો નરેન્દ્ર કઝાખસ્તાનના આ બૉક્સર સામે જજોના સર્વસંમતિથી લેવાયેલા ૦-૫ના નિર્ણયથી હારી ગયો હતો. ૨૦૨૨માં બ્રૉન્ઝ મેડલ જીત્યા બાદ એશિયન ગેમ્સમાં નરેન્દ્રનો આ સતત બીજો મેડલ છે. હાલમાં કૉમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર નરેન્દ્ર ભારતીય સેનાની ચિનાર કૉર્ઝમાં સુબેદાર છે.
ADVERTISEMENT
અંકુશ, પરવીને ફાઇનલમાં પહોંચીને ઓછોમાં ઓછો સિલ્વર પાક્કો કર્યો
હરિયાણાના ૨૧ વર્ષના અંકુશ પંઘાલ અને ૨૬ વર્ષની પરવીન હૂડાએ બૉક્સિંગ ફાઇનલમાં પહોંચીને ઓછામાં ઓછો સિલ્વર મેડલ પાક્કો કર્યો છે. બન્ને ખેલાડીઓ બે ઑક્ટોબરે ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવાના ટાર્ગેટ સાથે ઊતરશે.
અંકુશ પંઘાલે પુરુષોની ૮૦ કિલો બૉક્સિંગની સેમી-ફાઇનલમાં વર્તમાન વિશ્વચૅમ્પિયન એવા ઉઝબેકિસ્તાનના ફઝલિદ્દીન એર્કિનબોવને હરાવીને ૪-૧થી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંકુશ એશિયન ગેમ્સની ફાઇનલમાં પહોંચનાર ૮ વર્ષમાં પ્રથમ ભારતીય પુરુષ બૉક્સર બન્યો છે.
પરવીન હૂડાએ મહિલાઓની ૬૫ કિલો બૉક્સિંગની સેમી-ફાઇનલમાં ચીનની લી શુને ૫-૦થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.
