બૉલીવુડે આપી શ્રદ્ધાંજલિ
સોનુ સૂદ, આલિયા ભટ્ટ, શાહરુખ ખાન
ગુરુવારે અમદાવાદમાં ઍર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રૅશ થયું હતું, જેમાં મોટા પાયે જાનહાનિ થઈ છે. આ સમયે બૉલીવુડના સ્ટાર્સે પણ દુ:ખની લાગણી વ્યક્ત કરી છે.
આમિર ખાન : આજે બનેલી દુખદ વિમાન-દુર્ઘટનાથી અમે ખૂબ દુખી છીએ. આ ભારે નુકસાનની ઘટનામાં અમારી સંવેદનાઓ અસરગ્રસ્ત પરિવારો સાથે છે. અમે આ દુર્ઘટનાથી અસરગ્રસ્ત વ્યક્તિઓ, સમુદાયો અને રાહત-કર્મચારીઓ સાથે એકતા રાખીને ઊભા છીએ. સ્ટે સ્ટ્રૉન્ગ ઇન્ડિયા.
ADVERTISEMENT
સની દેઓલ : અમદાવાદમાં વિમાન-દુર્ઘટનાના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુ:ખ થયું છે. હું મારા હૃદયથી પ્રાર્થના કરું છું કે બચી ગયેલા લોકો જલદી મળી આવે અને તેમને સારો ઇલાજ મળે. મૃતકોના આત્માને શાંતિ મળે અને તેમના પરિવારો આ મુશ્કેલ સમયમાં હિંમત રાખે.
શાહરુખ ખાન : અમદાવાદમાં બનેલી વિમાન-દુર્ઘટનાના સમાચારથી હું સંપૂર્ણપણે ભાંગી પડ્યો છું. પીડિતો, તેમના પરિવારો અને તમામ અસરગ્રસ્તો માટે મારી પ્રાર્થનાઓ.
સોનુ સૂદ : અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકઑફ કર્યા પછી ક્રૅશ થઈ ગઈ છે. અમે આ દુખદ અકસ્માતમાં સામેલ તમામ મુસાફરો અને ક્રૂ માટે પ્રાર્થના કરીએ છીએ કે તેઓ સુરક્ષિત રહે અને તેમને ઝડપથી મદદ મળે.
આલિયા ભટ્ટ : આ વિનાશક છે. મારું હૃદય તમામ મુસાફરો અને ક્રૂ માટે દુખી છે. વિમાનમાં સવાર તમામ લોકો અને તેમના પ્રિયજનો માટે સંવેદનાઓ અને પ્રાર્થનાઓ.


