કૅટરિનાની ‘ટાઇગર 3’ના ફોટોને ડીપફેક ટેક્નૉલૉજી દ્વારા મૉર્ફ કરવામાં આવ્યો છે
કૅટરિના કૈફ
રશ્મિકા મંદાનાનો મૉર્ફ્ડ વિડિયો વાઇરલ થયા બાદ હવે કૅટરિના કૈફ પણ એનો શિકાર બની છે. કૅટરિનાની ‘ટાઇગર 3’ રવિવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં તે ટૉવેલમાં ફાઇટ કરતી જોવા મળી રહી છે. આ ફોટોને ડીપફેક ટેક્નૉલૉજી દ્વારા મૉર્ફ કરવામાં આવ્યો છે. આ ઓરિજિનલ ફોટોને એવી રીતે એડિટ કરવામાં આવ્યો છે જેમાં કૅટરિના ટૉવેલની જગ્યાએ અલગ કપડાંમાં જોવા મળી રહી છે. આ ફોટોને વધુ અશ્લીલ બનાવવાની કોશિશ કરવામાં આવી છે. આ ફોટો ડીપફેક આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી બનાવવામાં આવ્યો છે. આ ટેક્નૉલૉજી ખૂબ જ ખતરનાક છે અને સરકાર એ માટે બહુ જલદી કડક પગલાં લે એવું બની શકે છે.

