Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ભૂષણ કુમાર અને સંદીપ રેડ્ડી વાંગાએ ત્રણ ફિલ્મ માટે હાથ મિલાવ્યા

ભૂષણ કુમાર અને સંદીપ રેડ્ડી વાંગાએ ત્રણ ફિલ્મ માટે હાથ મિલાવ્યા

20 December, 2023 06:54 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેમની ત્રણ ફિલ્મોમાં પ્રભાસની ‘સ્પિરિટ’નો સમાવેશ થાય છે જે ૨૦૨૪ના ઑક્ટોબરમાં રિલીઝ થવાની છે.

સંદીપ રેડ્ડી વાંગા , ભૂષણ કુમાર

સંદીપ રેડ્ડી વાંગા , ભૂષણ કુમાર


‘કબીર સિંહ’ અને ‘ઍનિમલ’ની સફળતા બાદ સંદીપ રેડ્ડી વાંગાએ ત્રણ ફિલ્મોને લઈને હાથ મિલાવ્યા છે. રણબીર કપૂરની ‘ઍનિમલ’ ખૂબ જ સારો બિઝનેસ કરી રહી છે. આ ફિલ્મની સફળતાને જોતાં પ્રોડ્યુસર ભૂષણ કુમાર અને ડિરેક્ટર સંદીપે વધુ ત્રણ ફિલ્મમાં સાથે કામ કરવાનો નિર્ણય લીધો છે. સાથે કામ કરવા વિશે સંદીપે કહ્યું કે ‘આ એક બિઝનેસ નથી, પરંતુ વિશ્વાસ છે. ક્રીએટિવ ફ્રીડમ અને અનબ્રેકેબલ બૉન્ડ છે.’


તેમની ત્રણ ફિલ્મોમાં પ્રભાસની ‘સ્પિરિટ’નો સમાવેશ થાય છે જે ૨૦૨૪ના ઑક્ટોબરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન માર્ચમાં શરૂ થવાનું છે. ત્યાર બાદ રણબીર કપૂરની ‘ઍનિમલ પાર્ક’ પર તેઓ કામ કરશે જેનું શૂટિંગ ૨૦૨૫માં શરૂ કરવામાં આવશે. આ બે ફિલ્મ સિવાય અલ્લુ અર્જુન સાથેની અનટાઇટલ્ડ ફિલ્મનો પણ સમાવેશ થાય છે. તેઓ ૨૦૨૬માં સાથે કામ કરશે એવી ચર્ચા છે. અલ્લુ અર્જુનનું કૅલેન્ડર ખૂબ જ વ્યસ્ત છે અને એથી તેઓ થોડાં વર્ષ બાદ સાથે કામ કરશે. જોકે આ ત્રણેય ફિલ્મ માટે ભૂષણ કુમાર અને સંદીપ રેડ્ડી વાંગા સાથે કામ કરશે.


Whatsapp-channel Whatsapp-channel

20 December, 2023 06:54 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK