પોતાના શોખને ફરીથી જગાડવાની લોકોને અપીલ કરી હેમા માલિનીએ
હેમા માલિની
દેશમાં ચાલી રહેલા લૉકડાઉનમાં લોકોને પોતાની રુચિને ફરીથી જગાડવાની અપીલ હેમા માલિનીએ કરી છે. આજે કોરોના વાઇરસને કારણે લોકો પોતાના ઘરમાં બંધ થઈ ગયા છે. સમય પસાર કરવા લોકો વિવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એવામાં લોકોને પોતાના શોખને ઘરે બેઠાં પૂરા કરવાની અપીલ કરતાં એક વિડિયો ઇન્સ્ટાગ્રામ પર હેમા માલિનીએ શૅર કર્યો છે. એ વિડિયોમાં હેમા કહી રહી છે કે ‘સાથીઓ, જીવનની ભાગદોડમાં આપણે આપણા અનેક શોખને દબાવીએ છીએ. હવે સમય આવી ગયો છે કે આપણે આપણા શોખને ફરીથી જગાવીએ; એ ઘરને સજાવવાનો હોય કે નિતનવી વાનગીઓ બનાવવાનો હોય, સંગીત હોય કે પછી ફેવરિટ બુક હોય. પોતાની રુચિને ફરીથી જગાવો અને બાળકોને પણ શીખવાડો. એવું પણ બની શકે કે આ સમય તમારી અંદર અને બાળકોની અંદર છુપાયેલી ટૅલન્ટને ફરીથી જગાવી દે.’