શાહરુખ ખાને દીપિકાનો ‘પઠાણ’ લૂક રિવીલ કરીને બર્થ-ડે ગર્લને કર્યું વિશ

તસવીર સૌજન્ય : શાહરુખ ખાનનું ટ્વિટર હેન્ડલ
બોલિવૂડ (Bollywood) અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) આજે તેનો ૩૭મો જન્મદિવસ ઉજવી રહી છે. અભિનેત્રીના જન્મદિવસે તેની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ (Pathaan)ના કૉ-સ્ટાર અને બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન (Shah Rukh Khan)એ ખાસ અંદાજમાં જન્મદિવસની શુભેચ્છાઓ આપી છે. કિંગ ખાને તેમની આગામી ફિલ્મ `પઠાણ`નું નવું પોસ્ટર તેના ઓફિશ્યલ સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર શૅર કર્યું છે. જેમાં દીપિકાનો લૂક રિવીલ થયો છે. આ પોસ્ટરમાં દીપિકા ખૂબ જ ઇન્ટેન્સ અને ફાયરી લૂકમાં જોવા મળી રહી છે.
શાહરુખ ખાને શૅર કરેલા પોસ્ટરમાં દીપિકા પાદુકોણ હાથમાં બંદૂક સાથે એક્શન અવતારમાં જોવા મળી રહી છે. શાહરૂખ ખાને પોસ્ટર શૅર કરવાની સાથે એક નોટ પણ લખી છે. તેણે લખ્યું છે કે, ‘મારી સૌથી પ્રિય દીપિકા પાદુકોણ, તું દરેક અવતારમાં સ્ક્રિન પર રાજ કરે તે રીતે પોતાની જાતને ઢાળી છે. હંમેશા ગર્વ છે અને હંમેશા તું નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છા... જન્મદિવસની શુભકામનાઓ...ઘણો પ્રેમ.’
To my dearest @deepikapadukone - how you have evolved to own the screen in every avatar possible! Always proud and always wishing for you to scale new heights… happy birthday… lots of love... pic.twitter.com/OVq1RWmMC5
— Shah Rukh Khan (@iamsrk) January 5, 2023
વિવાદોથી ઘેરાયેલી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ ‘પઠાણ’ હિન્દી, તમિલ અને તેલુગુમાં ૨૫ જાન્યુઆરીએ રિલીઝ થશે.
આ પણ વાંચો - ગુજરાત : ફિલ્મ ‘પઠાણ’ના વિરોધમાં બજરંગ દળ, મૉલમાં કરી તોડફોડ
‘પઠાણ’ શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણની એકસાથે ચોથી ફિલ્મ છે. દીપિકા પાદુકોણે ૨૦૦૭માં આવેલી શાહરૂખ ખાન સ્ટટર ફિલ્મ `ઓમ શાંતિ ઓમ` દ્વારા ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ‘હેપ્પી ન્યૂ યર’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’માં કિંગ ખાન સાથે સ્ક્રીન શૅર કરી હતી.
આ પણ વાંચો - HBD દીપિકા પાદુકોણ : ‘ઓમ શાંતિ ઓમ’ નહીં પણ આ ફિલ્મ હતી અભિનેત્રીની ડેબ્યૂ ફિલ્મ
દીપિકા પાદુકોણના વર્ક-ફ્રન્ટની વાત કરીએ તો, અભિનેત્રી છેલ્લે શકુન બત્રાના નિર્દેશનમાં બનેલી ફિલ્મ `ગહરાઇયાં`માં જોવા મળી હતી. હવે અભિનેત્રી અમિતાભ બચ્ચન સાથે `ધ ઈન્ટર્ન`ની હિન્દી રિમેકમાં પણ જોવા મળશે. તે રિતિક રોશન સાથે સિદ્ધાર્થ આનંદની ફિલ્મ `ફાઇટર`માં પણ જોવા મળશે.