અમીષાએ પચાસ વર્ષ પૂરાં કરીને એકાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આમ તો અમીષાનો જન્મદિવસ ૯ જૂને હતો, પણ તેણે મિત્રો અને પરિવાર સાથે બર્થ-ડેની ઉજવણી શનિવારે લંડનમાં કરી હતી
વર્ષગાંઠના સેલિબ્રેશનના વિડિયોમાંથી સ્ક્રીનશૉટ
અમીષા પટેલે હાલમાં પોતાના સોશ્યલ મીડિયા હૅન્ડલ પર તેની પચાસમી વર્ષગાંઠના સેલિબ્રેશનનો વિડિયો શૅર કર્યો છે. અમીષાએ પચાસ વર્ષ પૂરાં કરીને એકાવનમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આમ તો અમીષાનો જન્મદિવસ ૯ જૂને હતો, પણ તેણે મિત્રો અને પરિવાર સાથે બર્થ-ડેની ઉજવણી શનિવારે લંડનમાં કરી હતી, કારણ કે હાલમાં તે લંડનમાં છે. આ પછી તેણે સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં આ સેલિબ્રેશનની ઝલક શૅર કરી હતી.
અમીષાએ આ પોસ્ટની કૅપ્શનમાં લખ્યું, ‘લંડન... લંડનમાં શનિવારની રાતનો એક શાનદાર નઝારો, મારા પરિવાર અને મિત્રો સાથે મારો જન્મદિવસ ઊજવ્યો. આને આટલો ખાસ બનાવવા અને રવિવારની સવાર સુધી પાર્ટી કરવા માટે તમારા બધાનો આભાર. શું ધમાકેદાર રાત હતી.’


