Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અભિષેકે અપનાવી બન્ને હાથમાં ઘડિયાળ પહેરવાની મમ્મી-પપ્પાની સ્ટાઇલ

અભિષેકે અપનાવી બન્ને હાથમાં ઘડિયાળ પહેરવાની મમ્મી-પપ્પાની સ્ટાઇલ

Published : 27 March, 2026 10:28 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું જ્યારે યુરોપમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારી મમ્મી ભારત અને યુરોપ બન્ને સ્થળના સમય જોવા માટે બે ઘડિયાળ પહેરતી હતી જેથી તે મારી સાથે વાતચીત કરતી વખતે લોકલ ટાઇમ મુજબ યોગ્ય ટાઇમ-મૅનેજમેન્ટ કરી શકતી હતી.

અભિષેક બચ્ચન

અભિષેક બચ્ચન


તાજેતરમાં ફૉર્બ્સ ઇન્ડિયા લીડરશિપ અવૉર્ડ્સ 2026માં અભિષેક બચ્ચનને ‘આઇકૉન ઑફ એક્સલન્સ’ અવૉર્ડ મળ્યો હતો. અભિષેક આ ફંક્શનમાં અત્યંત સ્ટાઇલિશ લુકમાં જોવા મળ્યો હતો. એ સમયે અભિષેકે એક હાથમાં ગોલ્ડન અને બીજા હાથમાં બ્લૅક લક્ઝરી ઘડિયાળ પહેરી હતી જેના ફોટો અને વિડિયો સોશ્યલ મીડિયામાં ચર્ચામાં છે. અભિષેકની આ સ્ટાઇલ હકીકતમાં તેનાં મમ્મી-પપ્પા જયા બચ્ચન અને અમિતાભ બચ્ચનની ફૅશન-સ્ટાઇલ છે, કારણ કે તેઓ બન્ને ઘણી વખત જાહેરમાં બન્ને હાથમાં ઘડિયાળ પહેરેલા જોવા મળ્યાં હતાં. 

આ ફૅશન-સ્ટાઇલ વિશે અભિષેકે અગાઉ જણાવ્યું હતું કે ‘આ ટ્રેન્ડ મારી મમ્મી જયા બચ્ચને શરૂ કર્યો હતો. હું જ્યારે યુરોપમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારી મમ્મી ભારત અને યુરોપ બન્ને સ્થળના સમય જોવા માટે બે ઘડિયાળ પહેરતી હતી જેથી તે મારી સાથે વાતચીત કરતી વખતે લોકલ ટાઇમ મુજબ યોગ્ય ટાઇમ-મૅનેજમેન્ટ કરી શકતી હતી. સમય જતાં મારા પપ્પાએ પણ આ આદત અપનાવી લીધી હતી અને હવે એ અમારા પરિવારની ઓળખ બની ગઈ છે.’


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 10:28 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK