Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઇચ્છામૃત્યુ માટે છેલ્લાં બે વર્ષમાં BMCને મળી છે ૪૦ અરજી

ઇચ્છામૃત્યુ માટે છેલ્લાં બે વર્ષમાં BMCને મળી છે ૪૦ અરજી

Published : 27 March, 2026 07:19 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાયદાકીય અને ટેક્નિકલ પાસાંઓ અંગે મૂંઝવણ હોવાથી અરજીઓ પર નિર્ણય બાકી

બીએમસી હેડક્વૉર્ટર

બીએમસી હેડક્વૉર્ટર


મુંબઈમાં ફરી એક વાર ઇચ્છામૃત્યુનો મુદ્દો ચર્ચામાં છે. તાજેતરમાં જ ગાઝિયાબાદના હરીશ રાણાને સુપ્રીમ કોર્ટના આદેશ હેઠળ ઇચ્છામૃત્યુની મંજૂરી આપવામાં આવી હતી. આ ઘટના પછી એવું બહાર આવ્યું છે કે છેલ્લાં બે વર્ષમાં મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) પાસે ૪૦ લોકોએ ઇચ્છામૃત્યુ માટે અરજી કરી છે.

૨૦૨૩માં ભારતની સુપ્રીમ કોર્ટે ચોક્કસ પરિસ્થિતિઓ ધરાવતા ગંભીર અને અસાધ્ય દરદીઓ માટે ઇચ્છામૃત્યુને મંજૂરી આપતો એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. એ પછી રાજ્ય સરકારે આવા કેસોમાં અરજીઓ લેવાની જવાબદારી BMCને સોંપી હતી.



આ અંતર્ગત મુંબઈના વિવિધ વિસ્તારોના મુખ્ય મેડિકલ ઑફિસર્સને અત્યાર સુધીમાં ૪૦ અરજીઓ સબમિટ કરવામાં આવી છે જે દર્શાવે છે કે ઘણા લોકો આ વિકલ્પ પર વિચાર કરી રહ્યા છે. કાયદાકીય અને ટેક્નિકલ પાસાંઓ અંગે પણ ઘણી મૂંઝવણ છે. આ કારણે હજી સુધી અરજીઓ બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.


ડૉક્ટરો અને ઍડ્‌મિનિસ્ટ્રેશનને કેટલાક સવાલ

સૌથી મોટી સમસ્યા એ છે કે આ અરજીઓ પર આગળની પ્રક્રિયા અંગે કોઈ સ્પષ્ટ નિયમ નથી. લગભગ બે વર્ષ વીતી ગયા પછી પણ BMC કયા કેસમાં શું કાર્યવાહી કરવી એ નક્કી કરી શક્યું નથી. જો કોઈ વ્યક્તિ મુંબઈમાં અરજી કરે છે, પરંતુ તેનું મૃત્યુ રાજ્યના બીજા સિટી કે ગામમાં થાય તો કોણ નિર્ણય લેશે? એવી જ રીતે દરદીની સ્થિતિ, પરિવારની સંમતિ, મેડિકલ બોર્ડની ભૂમિકા અને કાનૂની તપાસ જેવાં ઘણાં પાસાં પર હજી સુધી કોઈ સ્પષ્ટ ગાઇડલાઇન્સ નથી. સરકારના અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટે આ કેસોને રેકૉર્ડ કરવા માટે એક ડિજિટલ પોર્ટલ બનાવ્યું છે, પરંતુ BMC સ્તરે એનો ઉપયોગ હજી શરૂ થયો નથી.


Whatsapp-channel Whatsapp-channel

27 March, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK