પહેલી મેએ થિયેટરમાં રિલીઝ થનારી ‘રાજા શિવાજી’માં સાથે જોવા મળશે
અભિષેક બચ્ચનની ફાઇલ તસવીર
સલમાન ખાન અને અભિષેક બચ્ચન અંદાજે બાવીસ વર્ષના લાંબા બ્રેક પછી પહેલી મેએ થિયેટરમાં રિલીઝ થનારી ‘રાજા શિવાજી’માં સાથે જોવા મળશે. આ પહેલાં બન્ને ૨૦૦૪માં આવેલી ફિલ્મ ‘ફિર મિલેંગે’માં સાથે જોવા મળ્યા હતા. હાલમાં ‘રાજા શિવાજી’ના ટ્રેલર-લૉન્ચમાં ફિલ્મના ડિરેક્ટર રિતેશ દેશમુખે ફિલ્મમાં સલમાન ખાન પણ કામ કરી રહ્યો હોવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ અભિષેકે ખુશ થઈને તાળીઓ પાડી હતી. અભિષેકનું આ રીઍક્શન સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે.
અભિષેક આ ફિલ્મમાં સંભાજી શહાજી ભોસલેનું મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવી રહ્યો છે અને રિપોર્ટ પ્રમાણે સલમાન ખાન ફિલ્મમાં છત્રપતિ શિવાજી મહારાજના વિશ્વસનીય અને નિર્ભય યોદ્ધાઓમાંના એક શૂરવીર જિવા મહાલાનું પાત્ર ભજવશે.
