આ તસવીરમાં દીપિકાનું બેબી-બમ્પ સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ તેના ચહેરા પરનો ગ્લો ફૅન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે
હાલમાં ડિરેક્ટર પુનિત મલ્હોત્રાએ દીપિકા સાથે કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે
દીપિકા પાદુકોણ અને અભિનેતા રણવીર સિંહ બીજી વખત પેરન્ટ્સ બનવાનાં છે અને તેમણે આ ગુડ ન્યુઝ સોશ્યલ મીડિયાના માધ્યમથી શૅર કર્યા હતા. જોકે બીજી પ્રેગ્નન્સી વચ્ચે પણ દીપિકા પોતાના કામમાં વ્યસ્ત છે. હાલમાં ડિરેક્ટર પુનિત મલ્હોત્રાએ દીપિકા સાથે કેટલીક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી છે. તસવીરોમાં દીપિકા સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે પુનિત કૅઝ્અલ લુકમાં જોવા મળે છે. આ તસવીરમાં દીપિકાનું બેબી-બમ્પ સ્પષ્ટ દેખાતું નથી, પરંતુ તેના ચહેરા પરનો ગ્લો ફૅન્સનું ધ્યાન ખેંચી રહ્યો છે. પુનિતે પોસ્ટ સાથે લખ્યું કે આ શૂટ તેના માટે ‘૧૦/૧૦’ અનુભવ રહ્યો અને તેણે દીપિકાની સરળતાની પ્રશંસા કરી.
