એવું જાણવા મળ્યું છે કે આયુષમાન અને અનીસ બઝ્મી વચ્ચે ‘ભૂતિયાપા’ને લઈને ઘણી ચર્ચા ચાલી છે.
આયુષમાન ખુરાના
આયુષમાન ખુરાના હૉરર-કૉમેડી ‘ભૂતિયાપા’માં જોવા મળે એવી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મનું આ કામચલાઉ ટાઇટલ છે. આ ફિલ્મને અનીસ બઝ્મી ડિરેક્ટ કરશે. હજી સુધી આ ફિલ્મ વિશે બન્નેમાંથી કોઈએ સત્તાવાર જાહેરાત નથી કરી. અનીસ બઝ્મી હાલમાં ‘ભૂલભુલૈયા 3’માં વ્યસ્ત છે. ત્યાર બાદ અનીસ ‘નો એન્ટ્રી’ની સીક્વલ પણ ડિરેક્ટ કરશે. આયુષમાન પાસે સૌરવ ગાંગુલીની બાયોપિક છે. એવું જાણવા મળ્યું છે કે આયુષમાન અને અનીસ બઝ્મી વચ્ચે ‘ભૂતિયાપા’ને લઈને ઘણી ચર્ચા ચાલી છે. બન્ને સાથે મળીને નક્કી કરશે કે તેઓ આ નવા પ્રોજેક્ટ પર ક્યારે કામ શરૂ કરશે.

