આશકા ગોરડિયા ને રોહિત બક્ષીના સંબંધો અત્યારે બ્રેક-અપના આરે?
ADVERTISEMENT
આશકાએ રિયલિટી શોના પ્રોડ્યુસર્સને રિક્વેસ્ટ કરીને રોહિતને પણ શો પર લાવવાની વિનંતી કરી હતી. આશકા બે મહિના કરતાં વધુ સમયથી બિગ બૉસના ઘરમાં છે અને રોહિતને ખૂબ મિસ કરી રહી છે. જોકે તેના બૉયફ્રેન્ડ રોહિતે ‘બિગ બૉસ’ના શોમાં આવવાની ના પાડી દીધી છે.
આ કપલના કૉમન ફ્રેન્ડે કહ્યું હતું, ‘આશકા અને રોહિત છેલ્લાં પાંચ વર્ષથી ડેટિંગ કરી રહ્યાં છે. એમાં ઘણા ઉતાર-ચડાવ પણ આવ્યા છે. તેમણે બન્નેએ ભેગાં મળીને એક બિઝનેસ શરૂ કયોર્ છે. અત્યારે આશકાની ગેરહાજરીમાં રોહિત જ એ બિઝનેસ મૅનેજ કરી રહ્યો છે. તેને હાલમાં રિયલિટી શોમાં દેખાવાની ઇચ્છા નથી એટલે તેણે બિગ બૉસના ઘરમાં જવાની ના પાડી દીધી હતી.’
રોહિત હાલમાં તેની પહેલી ફિલ્મની તૈયારીઓમાં લાગ્યો છે અને પોતાના સંબંધોને ટીવી પર પ્રાઇમટાઇમ શોમાં ચર્ચાનો વિષય બનાવવા નથી માગતો. જોકે રિયલિટી શોના અંદરના લોકો કહે છે, ‘બન્ને વચ્ચે કોઈક તકલીફ તો છે જ. આશકા વારંવાર નિર્માતાઓને રિક્વેસ્ટ કરી રહી છે કે રોહિતને મળવા માટે બોલાવવામાં આવે, પણ રોહિત કોઈક ને કોઈક બહાનું કાઢીને આવવાનું ટાળે છે. અમને લાગે છે કે હવે તેને આશકાને મળવામાં કોઈ રસ નથી રહ્યો.’
આ અફવા વિશે રોહિતને પૂછતાં તે સ્પષ્ટ નકાર સાથે કહે છે, ‘મારી ફિલ્મ આવતા મહિને રિલીઝ થઈ રહી છે એટલે હું એના પ્રમોશનમાં બિઝી છું.’