Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જુનૈદની ડિલિવરી વખતે રીના દત્તાએ આમિરને તમાચો મારેલો, તેનો હાથ પણ કરડી લીધો હતો

જુનૈદની ડિલિવરી વખતે રીના દત્તાએ આમિરને તમાચો મારેલો, તેનો હાથ પણ કરડી લીધો હતો

29 April, 2024 05:38 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમિરે કહ્યું હતું કે ‘એક સારા પતિ તરીકે મેં બ્રીધિંગ એક્સરસાઇઝ શીખી રાખી હતી. તેને ખૂબ જ લેબર-પેઇન થઈ રહ્યું હોવાથી હું તેને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો

આમિર ખાન , રીના દત્તા , જુનેદ ખાન

આમિર ખાન , રીના દત્તા , જુનેદ ખાન


આમિર ખાનનું કહેવું છે કે તેની એક્સ-વાઇફ જ્યારે બાળકને જન્મ આપી રહી હતી ત્યારે તેણે તમાચો મારી દીધો હતો. આમિર હાલમાં જ ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’માં આવ્યો હતો. આ શો નેટફ્લિક્સ પર આવી રહ્યો છે. આમિરના દીકરા જુનૈદ ખાનના જન્મ વખતે રીનાને ખૂબ જ લેબર-પેઇન થઈ રહ્યું હતું. આ વિશે વાત કરતાં આમિરે કહ્યું હતું કે ‘એક સારા પતિ તરીકે મેં બ્રીધિંગ એક્સરસાઇઝ શીખી રાખી હતી. તેને ખૂબ જ લેબર-પેઇન થઈ રહ્યું હોવાથી હું તેને શાંત કરવાની કોશિશ કરી રહ્યો હતો. જોકે તેણે મને જોરમાં તમાચો મારી દીધો હતો અને એ બકવાસ બંધ કરવા કહ્યું હતું. તેને એટલું પેઇન થઈ રહ્યું હતું કે તેણે મારા હાથને પણ કરડી લીધો હતો. તે પેઇન સહન નહોતીકરી શકતી. જુનૈદ સાથે રીના જ્યારેઘરે આવી ત્યારે મેં આ વિશે તેને કહ્યું તો તે ફરી મારા પર ગુસ્સે થઈ ગઈ હતી.’

 હું મુસ્લિમ હોવાથી ‘નમસ્તે’ કહેતી વખતે મારા હાથ જોડતો નહોતો. હું આદાબ કહેતો અને મારું માથું નમાવતો હતો. જોકે પંજાબમાં અઢી મહિના પસાર કર્યા બાદ મને ‘નમસ્તે’ની તાકાતનો અંદાજ આવ્યો. આ ખૂબ જ સરસ લાગણી છે. પંજાબના લોકોને દરેક પ્રત્યે અપાર માન છે અને કોઈની સાથે તેઓ ભેદભાવ નથી કરતા.
- આમિર ખાન


Whatsapp-channel Whatsapp-channel

29 April, 2024 05:38 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK