નવું અત્યાધુનિક થિયેટર: INT આદિત્ય બિરલા સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સ
એક અનોખી ક્લાસિકલ ફ્યુઝન કૉન્સર્ટ છે જે પ્રેમ અને કરુણાની ભાષા છે
INT આદિત્ય બિરલા સેન્ટર ફૉર પર્ફોર્મિંગ આર્ટ્સમાં આજે ૧૦ જુલાઈએ ભજવાશે ક્લાસિકૂલ (Classicool), સાંજે ૭ વાગ્યે. આ નવા થિયેટરનો પ્રથમ કાર્યક્રમ એક અનોખી ક્લાસિકલ ફ્યુઝન કૉન્સર્ટ છે જે પ્રેમ અને કરુણાની ભાષા છે. સિતારના મહારથી પૂર્બયાન ચૅટરજી સાથે જેમ્બે (Djembe) અને ભારતીય પર્કશનના જાદુગર ઉસ્તાદ તૌફીક કુરેશી છે જે ઉસ્તાદ અલ્લારખાના ભવ્ય વારસાને આગળ ધપાવી રહ્યા છે. પર્કશનિસ્ટના પ્રચંડ લય, તબલાં પર ઉસ્તાદ ઓજસ અઢિયા, અજય ગાડગિલના કુશળ તાલ અને સંગીતના ઊભરતા સિતારા તરીકે બહુમુખી વાયોલિનવાદક માનસકુમાર દ્વારા આ પ્રસ્તુતિમાં માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ક્લાસિકૂલ એક એવી સંગીતમય ભાષાની સફર છે જે જાતિ અને સરહદોના અવરોધોને પાર કરે છે. આ થિયેટરમાં રોજ અલગ-અલગ ભાષાના અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન થતું રહેશે.
