કૅટરિના અને શાહિદના એકસરખા દેખાતા આઉટફિટ્સ પર ફૅન્સે ઉડાવી મજાક
શાહિદ કપૂર અને કેટરિના કૈફ
કૅટરિના કૈફ અને શાહિદ કપૂરના સૂટ એકસરખા દેખાતાં ફૅન્સ તેમની મજાક ઉડાવી રહ્યા છે. આ બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શૅર કર્યા હતા. શાહિદ અને કૅટરિનાએ પહેરેલા લાઇનિંગવાળા કોટ અને પૅન્ટ એકસરખાં જ દેખાઈ રહ્યાં છે. શાહિદના આ ફોટો પર એક યુઝરે કમેન્ટ કરી હતી કે આ તો કૅટરિના મૅમનો ડ્રેસ છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને શાહિદે કૅપ્શન આપી હતી કે કૅટરિના કૈફ, આ આઉટફિટ માટે થૅન્ક યુ.
ADVERTISEMENT
તો સામે રિપ્લાય આપતાં કૅટરિનાએ કમેન્ટ કરી હતી કે હા, ટ્વિનિંગ.
શાહિદ કપૂર આગામી 'કબીર સિંહ' ફિલ્મમાં જોવા મળશે. 'કબીર સિંહ' એક તેલુગુ ફિલ્મની રિમેક છે જેનું નામ છે અર્જુન રેડ્ડી. ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર, મુરાદ ખેતાની, કૃષ્ણ કુમાર અને અશ્વિન વર્દે છે. આ ફિલ્મ 21 જૂન 2019ના રોજ રિલીઝ થવા જઈ રહી છે.
આ પણ વાંચો : પતિ નિક જોનાસને આ નામે બોલાવે છે પ્રિયંકા, આ રીતે થયો ખુલાસો
કેટરીના કૈફ અને સલમાન ખાન સ્ટારર 'ભારત' બોક્સ ઓફિસ પર હિટ જઈ રહી છે. રિલીઝ થયાના ચોથા દિવસે જ ફિલ્મ 122.20 કરોડની કમાણી કરી ચૂકી છે. સલમાન ખાન અને કેટરીના કૈફ ઉપરાંત ભારતમાં દિશા પટણી, સુનીલ ગ્રોવર, જૅકી શ્રોફ, નોરા ફતેહી અને સોનાલી કુલકર્ણી છે. આ ફિલ્મમાં સલમાન ખાન પાંચ જુદા જુદા લૂકમાં જોવા મળી રહ્યા છે.