પતિ નિક જોનાસને આ નામે બોલાવે છે પ્રિયંકા, આ રીતે થયો ખુલાસો

Jun 09, 2019, 17:48 IST

હવે પ્રિયંકાએ તાજેતરમાં જ કરેલી પોસ્ટ પરથી ખબર પડી છે કે તે નિક જોનાસને કયા નામથી બોલાવે છે.

પતિ નિક જોનાસને આ નામે બોલાવે છે પ્રિયંકા, આ રીતે થયો ખુલાસો
પ્રિયંકા ચોપરા સાથે નિક જોનાસ (ફાઇલ ફોટો)

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ સોશિયલ મીડિયા પર ખુલ્લા દિલે પોતાનો પ્રેમ વ્યક્ત કરતાં હોય છે. પ્રિયંકાની પોસ્ટ પરથી જ આ માહિતી મળી છે કે તે નિક જોનાસને પ્રેમથી કયા નામે બોલાવે છે. જાણો શું છે નિક જોનાસનું લાડકું નામ....

સોશિયલ મીડિયામાં પ્રિયંકા હંમેશા નિક સાથેનો પ્રેમ-લગાવ દર્શાવતી રહે છે
પ્રિયંકા ચોપરા સોશીયલ મીડિયામાં હંમેશા પોતાના પતિ નિક જોનાસ માટેનો પોતાનો પ્રેમ જાહેર કરતી રહે છે. પ્રિયંકા ચોપરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર પતિ નિક જોનાસ સાથેની કેટલીક લાઇવ મોમેન્ટ્સ પણ શેર કરતી રહે છે. હવે પ્રિયંકાએ તાજેતરમાં જ કરેલી પોસ્ટ પરથી ખબર પડી છે કે તે નિક જોનાસને કયા નામથી બોલાવે છે.

Priyanka Chopra nick Jonas

નિક જોનાસે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પ્રિયંકા ચોપરા સાથેની સેલ્ફી શેર કરી છે. નિકે તેની સાથે લખ્યું છે, મિસિંગ યૂ. નિક જોનાસે આ તસવીરમાં પ્રિયંકા ચોપરાને પણ ટેગ કરી છે.

 
 
 
View this post on Instagram

Where to next baby? #travelbug or #lovebug 💋😍🐞

A post shared by Priyanka Chopra Jonas (@priyankachopra) onJun 1, 2019 at 8:27am PDT

પતિ નિકને આ નામથી બોલાવે છે પ્રિયંકા
નિકની આ ઇન્સ્ટા સ્ટોરી પર જવાબ આપતાં પ્રિયંકા ચોપરાએ લખ્યું છે કે "Babuuuu! I have so much fomo! Miss you too" આની સાથે જ પ્રિયંકાએ કિસ કરતી ઇમોજીનો પણ ઉપયોગ કર્યો છે.

આ પણ વાંચો : પ્રિયંકા ચોપરાનો પતિ નિક જોનાસ કેમ છોડવા માગે છે ગ્લેમર ઇન્ડસ્ટ્રી

ઉલ્લેખનીય છે કે હાલ પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ 'ધ સ્કાય ઈઝ પિંક'ને લઈને વ્યસ્ત છે જેને લઈને તે મુંબઈ પહોંચી છે. ધ સ્કાય ઈઝ પિંક સોનાલી બોઝ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે જ્યારે આ ફિલ્મમાં પ્રિયંકા સાથે ફરહાન અખ્તર અને ઝાઈરા વસીમ જોવા મળશે. આ ફિલ્મ આઈશા ચૌધરી પર બેઝ્ડ છે જે મોટીવેશનલ સ્પીકર છે. ધ સ્કાય ઈઝ પિંક 11 ઓક્ટોબર 2019ના રિલીઝ થશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK