Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પરિણીતી ચોપડા વધુ પડતાં તણાવથી ત્રસ્ત છે

પરિણીતી ચોપડા વધુ પડતાં તણાવથી ત્રસ્ત છે

10 July, 2019 10:46 AM IST | મુંબઈ

પરિણીતી ચોપડા વધુ પડતાં તણાવથી ત્રસ્ત છે

પરિણીતી ચોપડા

પરિણીતી ચોપડા


પરિણીતી ચોપડા હાલમાં ખૂબ જ વ્યસ્ત રહેવાથી તે ખૂબ થાકી ગઈ છે. પોતાની વ્યસ્તતાની પૂરી માહિતી તેણે ટ્‍‍વિટર પર આપી હતી. તે છેલ્લા ત્રણ અઠવાડિયાથી સતત શૂટિંગ અને ફિલ્મની તૈયારીમાં વ્યસ્ત છે. સાથે જ તેણે ઘર પણ શીફ્ટ કરવાનું છે. સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેની તેની ‘જબરિયા જોડી’ ૨ ઑગસ્ટે રિલીઝ થવાની છે. પોતાનાં ટાઇટ શેડ્યુલ વિશે ટ્‍‍વિટર પર પરિણીતીએ ટ્વીટ કર્યું હતું કે ‘ફિલ્મ ‘જબરિયા જોડી’ને રિલીઝ થવામાં ૩ અઠવાડિયા બાકી છે.

આ પણ વાંચો : જાતિની સમાનતા પર બોલનારાઓનો અવાજ સોસાયટી દબાવી દે છે: અનુભવ



૩ અઠવાડિયામાં ‘ગર્લ ઑન ધ ટ્રેન’નું શૂટિંગ શરૂ થવાનું છે. સાથે-સાથે સાઇના નેહવાલની બાયોપિક માટેની ટ્રેઇનિંગ પણ ચાલી રહી છે. મેં ‘ગર્લ ઑન ધ ટ્રેન’ની તૈયારી પૂરી કરી છે અને એનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થવાનું છે. આ અઠવાડિયે ઘર પણ શીફ્ટ કરવાનું છે. ‘જબરિયા જોડી’નું પ્રમોશન, ‘ગર્લ ઑન ધ ટ્રેન’ની તૈયારી, સાઇનાની તૈયારી, ઘર શીફ્ટ કરવાનું. આ બધું ૩ અઠવાડિયાથી ચાલી રહ્યું છે. આ બધુ ખૂબ થકાવી દે છે.’


Whatsapp-channel Whatsapp-channel

10 July, 2019 10:46 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK