Lok Sabha Election 2019 Result: એકતા કપૂરેને આવી રીતે આપી શુભેચ્છા
એકતાએ આપી સ્મૃતિને શુભેચ્છા
અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષને હરાવનાર સ્મૃતિ ઈરાની પર શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે. એકતા કપૂરે સ્મૃતિ ઈરાનીને અમેઠીથી બમ્પર જીતની વધામણી આપી છે. તેમણે સ્મૃતિ ઈરાનીને શુભેચ્છા આપતા તેમના પ્રસિદ્ધ શો 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'ની લાઈન્સ સોશિયલ મીડિયા પર શેર કરી. મહત્વનું છે કે અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવારને હરાવાનાર સ્મૃતિ ઈરાનીની જીત ખૂબ જ મોટી છે. સ્મૃતિની ખૂબ જ સારી મિત્ર અને તેમની ટીવી કરિયરને ઉડાન આપનાર નિર્માતા એકતા કપૂરે સોશિયલ મીડિયા પર વધામણી આપી. એકતા કપૂરે ટ્વીટમાં તેમની સ્મૃતિ ઈરાનીનો ફોટો શેર કર્યો છે.
Rishton Ke bhi Roop badalte hain, naye naye saanche Mein dhalte hain, Ek peedhi Aati hai Ek peedhi jaati hai... Banti kahaani Naayi ????????❤️ pic.twitter.com/Xcp6sLJT2K
— Ekta Kapoor (@ektaravikapoor) May 23, 2019
ADVERTISEMENT
આવી રીતે આપી શુભેચ્છા
સાથે જ તેમણે તેના શો 'ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી'ના ટાઈટલ ટ્રેકના કેટલાક શબ્દોને ટ્વીટમાં લખ્યા છે. તેમણે લખ્યું છે કે, 'રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈ, નએ-નએ સાંચે મે ઢલતે હૈ, એક પીઢી આતી હૈ, એક પીઢી જાતી હૈ, બનતી કહાની નઈ...'. મહત્વનું છે કે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતા હતા અમેઠીના કિલ્લાને સ્મૃતિ ઈરાનીએ સારી એવી ટક્કર આપી અને તેને ધ્વસ્ત કરી દીધો. એટલું જ નહીં તેમને ખુબ રાહુલ ગાંધી તેમની જીત પર વધામણી આપી ચુક્યા છે.
આ પણ વાંચોઃ ફિર સે મોદી : બૉલીવુડ સેલેબ્સે આ રીતે આપી પીએમ મોદીને શુભેચ્છા
સ્મૃતિ ઈરાનીનું વધશે કદ
સ્મૃતિ ઈરાનીની આ જીતથી ભારતીય જનતા પાર્ટીની નવી સરકારમાં સ્મૃતિ ઈરાનીનું કદ વધશે. મહત્વનું છે કે સ્મૃતિ ઈરાની અને એકતા કપૂરની મિત્રતા ખૂબ જ જૂની છે. બંને તેમના લોકપ્રિય શો ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી એક બીજાને જાણે છે. આ શોમાં સ્મૃતિ ઈરાનીએ તુલસી નામની મહિલાની ભૂમિકા નિભાવી હતી. આ શોએ અનેક વર્ષો સુધી ટીવી જગત પર રાજ કરતા હતા. શોના સમાપન બાદ સ્મૃતિ ઈરાની રાજનીતિમાં આવી ગયા અને 2014માં કેન્દ્રીય મંત્રી બની ગયા.