મહિલા પ્રધાન ફિલ્મને સપોર્ટ કરવા માટે અક્ષયકુમારની પ્રશંસા કરી કંગનાએ
કંગના રનોટ
કંગના રનોટે મહિલા પ્રધાન ફિલ્મ ‘મિશન મંગલ’ને સપોર્ટ કરવા માટે અક્ષયકુમારની પ્રશંસા કરી છે. તેનું એમ પણ કહેવું છે કે અક્ષયકુમારે જો આવી ફિલ્મ ન બનાવી હોત તો લોકો સુધી એની સ્ટોરી કદી પણ ન પહોંચી હોત. અક્ષયકુમાર વિશે કંગનાએ કહ્યું હતું કે ‘મહિલા સાયન્ટિસ્ટોને દેખાડતી ‘મિશન મંગલ’ મહિલા પ્રધાન છે. જોકે એનાં માટે અક્ષયકુમારને પણ શ્રેય આપવો જોઈએ કારણ કે આ ફિલ્મને તેણે જ બનાવી છે. નહીં તો આવી સ્ટોરીઝ કદી પણ લોકો સુધી ન પહોંચી હોત. થોડા જ પુરુષો હતાં જેમણે ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને સપોર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આમ છતાં એ ફિલ્મ બનાવવામાં આવી હતી.
આ પણ વાંચો : Satte Pe Satta Remake: પ્રીતિ ઝિન્ટાએ ઠુકરાવી ફરાહ ખાનની ફિલ્મ, જાણો કારણ
ADVERTISEMENT
મહિલા પ્રધાન ફિલ્મોમાં મેલ ઍક્ટરને અગત્યની ભૂમિકા આપવા છતાં પણ તેઓ એને ભજવવાની ના પાડે એ વાત ખૂબ જ ખરાબ અને અયોગ્ય છે. જો આવા મોટા સ્ટાર્સ આવી ફિલ્મોને સપોર્ટ કરે અને પોતાનાં સ્ટાર પાવરને આવી ફિલ્મો માટે ઉપયોગ કરે તો એ સારી વાત છે.’