અનસંગ હીરોઝ પર ફિલ્મો બનાવવાનો ટ્રેન્ડ ચાલુ જ રહેવો જોઈએ : જૅકી શ્રોફ
જૅકી શ્રોફ
જૅકી શ્રોફનું કહેવું છે કે અનસંગ હીરો પર ફિલ્મ બનાવવાનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ ચાલુ જ રહેવો જોઈએ. જૉન એબ્રાહમ સાથેની ‘RAW’ એટલે કે ‘રોમિયો અકબર વૉલ્ટર’માં જૅકી શ્રોફ રૉના ફાઉન્ડર-ડિરેક્ટર આર. એન. કાઓનું પાત્ર ભજવી રહ્યા છે. ફિલ્મ વિશે વધુ જણાવતાં જૅકી શ્રોફે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે દેશ માટે સેવા કરનાર લોકોની લાઇફને સ્ક્રીન પર રજૂ કરવાનો મને ચાન્સ મળ્યો છે. આ પાત્ર ભજવવું મારી ફિલ્મોગ્રાફીમાં એક વધુ સિદ્ધિ છે. આ ટ્રેન્ડ ચાલુ જ રહેવો જોઈએ.
આ પણ વાંચો : સલમાન અને આલિયા ભટ્ટ કરશે રોમૅન્સ
ADVERTISEMENT
આપણી પાસે હજી પણ ઘણા અનસંગ હીરો છે. આ બધી સ્ટોરીને લોકો સુધી પહોંચાડવી જોઈએ. મેં પણ ફિલ્મમાં પોલીસનું પાત્ર ભજવ્યું છે. મારી પાસે ઘરે પોલીસનો યુનિફૉર્મ હતો, કારણ કે એ સમયે હું એકસાથે બે ફિલ્મો કરી રહ્યો હતો. હું ફક્ત બૅજ ચેન્જ કરતો અને એ જ યુનિફૉર્મ પહેરીને અન્ય ફિલ્મમાં કામ કરતો.’