Happy Birthday:અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યાનો જન્મદિવસ, જુઓ તસવીરો
અમિતાભ બચ્ચનની દોહિત્રી અને શ્વેતા બચ્ચન નંદાની દીકરી નવેલી નંદાનો આજે (6 ડિસેમ્બર)નો જન્મદિવસ છે. નવ્યાને જન્મદિવસની વધામણી આપવામાં આવી રહી છે. મામા અભિષેક અને મમ્મા શ્વેતાએ પણ નવ્યાને જન્મદિવસની પ્રેમાળ વધામણી આપી છે.
અભિષેકે નવ્યા સાથે એક તસવીર શૅર કરીને લખ્યું છે - જન્મદિવસની વધામણી નવ્યા. મામૂ તમને ખૂબ જ પ્રેમ કરે છે. નવ્યા, શ્વેતા અને નિખિલ નંદાની દીકરી છે. નવ્યાનો જન્મ 1997માં થયો હતો અને આજે તેનો 22મો જન્મદિવસ છે. નવ્યા હજી ન્યૂયૉર્કમાં સ્ટડી કરી રહી છે.
ADVERTISEMENT
શ્વેતાએ નવ્યાને પ્રેમથી નવલૂઝ કહીને બોલાવે છે જન્મદિવસની વધામણી આપી અને લખ્યું - તું જે પણ જીવનને સ્પર્શે છે, તેના જીવનમાં પ્રકાશ ભરી દે છે, સૌથી વધારે મારી. રસપ્રદ વાત એ છે કે નવ્યા એક એવા પરિવારથી છે, જેમણે અભિનયના વિશ્વમાં નવી ઊંચાઇઓ સિદ્ધ કરી છે. પણ, નવ્યાને અભિનયમાં કોઇ રસ નથી.
ઇન્ડિયા ટુડેની રિપોર્ટ પ્રમાણે, કરણ જોહરના ચૅટ શૉ કૉફી વિદ કરણમાં શ્વેતાએ જણાવ્યું હતું, મને નથી ખબર કે નવ્યામાં કઈ કળા છે. મને લાગે છે કે જ્યારે તેને મનથી તેના પ્રત્યે લગાવ ન થાય, ત્યાં સુધી તેને અહીં (એક્ટિંગ)માં ન આવવું જોઇએ. તે કેટલાક જાણીતાં લોકો સાથે જોડાયેલી છે, ફક્ત આ માટે તેને મળવું જોઇએ.
શ્વેતા ઘણીવાર દીકરી સાથે તસવીરો શૅર કરતી રહે છે. ડૉટર્સ જે પર શ્વેતાએ નવ્યા સાથે એક તસવીરો શૅર કરીને લખ્યું હતું - ગયા વર્ષોમાં ડ્રામાં ફક્ત વધ્યો છે. છતાં પણ હેપ્પી ડૉટર્સ ડે. આની સાથે જ બ્રેકેટમાં શ્વેતાએ લખ્યું - પ્લીઝ, મારી ટીશર્ટ પાછી આપી દેજે. જેથી ખબર પડે છે કે શ્વેતા અને નવ્યાની બૉન્ડિંગ ખૂબ જ સ્પેશિયલ છે.
નવ્યા, ત્રીજ-તહેવારો પર ઘણીવાર પોતાના બચ્ચન પરિવાર સાથે દેખાય છે. આ તસવીરમાં નવ્ય નાના અમિતાભ બચ્ચન, નાની જયા બચ્ચન, ભાઈ અગસ્ત્ય અને કઝિન આરાધ્યા બચ્ચન સાથે છે.
આ પણ વાંચો : લગ્નની સિઝનમાં કેમ દેખાશો અલગ, જાણો બોલીવુડની હસીનાઓ પાસેથી
નવ્યા નવેલીની દાદી રિતુ નંદા હિન્દી સિનેમાના શોમેન રાજ કપૂરની દીકરી છે. આ બાબતે નવ્યાનું કપૂર ખાનદાન સાથે પણ સીધું કનેક્શન છે.