Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મોની રૉયના શ્રીલંકામાં નીકળ્યા આંસૂ, બીમાર હોવાની સાથે છે પીડામાં...

મોની રૉયના શ્રીલંકામાં નીકળ્યા આંસૂ, બીમાર હોવાની સાથે છે પીડામાં...

18 January, 2020 06:30 PM IST | Mumbai Desk

મોની રૉયના શ્રીલંકામાં નીકળ્યા આંસૂ, બીમાર હોવાની સાથે છે પીડામાં...

મોની રૉયના શ્રીલંકામાં નીકળ્યા આંસૂ, બીમાર હોવાની સાથે છે પીડામાં...


ફિલ્મ એક્ટ્રેસ મોની રૉય શ્રીલંકામાં છે અને તે બીમાર થઈ ગઈ છે. આ વાતની માહિતી મોની રૉયે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટને શૅર કરીને આપી છે. મોની રૉય સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને પોતાના ચાહકો શાનદાર તસવીરો શૅર કરી ટ્રીટ આપતી રહે છે. મોની પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી પોતાના ચાહકોને લગભગ દરરોજ અપડેટ આપતી રહે છે.

તેની પોસ્ટ થોડાંક જ સમયમાં ઇન્ટરનેટ પર વાયરલ પણ થઈ જાય છે. હવે મોનીએ ખુલાસો કર્યો છે કે તે બીમાર થઈ ગઈ છે. મોનીના હાથમાં એક નૉવેલ જોઈ શકાય છે અને તે મોટા બેડ પર બેસીને વાંચતી દેખા છે. મોની આમાં સુંદર દેખાતી હતી. જો કે, પોતાની કોમેન્ટમાં તેણે લખ્યું છે કે તે સ્વસ્થ નથી. મોનીએ પોસ્ટ પર કોમેન્ટ કરીને લખ્યું, "આંસૂ, પેન કિલર અને હેઝલનટ અમેરિકાનો" મોની હાલ શ્રીલંકાના કોલંબોમાં છે.



 
 
 
View this post on Instagram

Tears , painkillers and hazelnut americano ??

A post shared by mon (@imouniroy) onJan 17, 2020 at 3:59am PST


તે ત્યાં કામ અને વેકેશન મનાવવા ગઈ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો મોનીને છેલ્લે ફિલ્મ 'રોમિયો અકબર વૉલ્ટર'માં જોવાઇ હતી. તે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં પણ દેખાશે. આ ફિલ્મનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, અક્કિનેની નાગાર્જુન અને ડિમ્પલ કપાડિયા પણ છે. મોની રૉય ફિલ્મોમાં કામ કરતાં પહેલા ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હતી. તે ઘણી ટીવી સીરિયલમાં દેખાઇ ચૂકી છે.


 
 
 
View this post on Instagram

The Classic I love you , Do you love me too ? #thepaintedskyandI #cozmomemtsbecomememories #OfSonnetsAndSunsets

A post shared by mon (@imouniroy) onJan 7, 2020 at 4:43am PST

આ પણ વાંચો : હવે મચશે ડરની અફરા તફરી કારણ ટ્રેલર થઈ ગયું છે રિલીઝ....

તેણે ફિલ્મ ગોલ્ડ દ્વારા બોલીવુડમાં ડેબ્યૂ કર્યો હતો. આ ફિલ્મમાં તેના સિવાય અક્ષય કુમારની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મ ભારત દ્વારા હૉકીમાં જીતેલા પહેલા ગોલ્ડ મેડલ પર આધારિત હતી. મોનીને આ સિવાય નાગિન સીરિઅલ દ્વારા પણ ખૂબ જ લોકપ્રિયતા મળી હતી. મોની પોતાની ફિટનેસ માટે પણ જાણીતી છે અને ઘણીવાર તેણે પોતાની ફિટનેસ સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

18 January, 2020 06:30 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK