Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > `જવાન’નો જાદૂ: બૉલિવૂડ `બાદશાહ`ના નામે 71મો નૅશનલ ઍવોર્ડ; જુઓ સંપૂર્ણ યાદી

`જવાન’નો જાદૂ: બૉલિવૂડ `બાદશાહ`ના નામે 71મો નૅશનલ ઍવોર્ડ; જુઓ સંપૂર્ણ યાદી

Published : 01 August, 2025 08:29 PM | Modified : 03 August, 2025 07:01 AM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

71st National Awards: સિનેમામાં શ્રેષ્ઠતાનું સન્માન કરતા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, અભિનય, દિગ્દર્શન અને સંગીત જેવી વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપે છે. રાષ્ટ્રીય પુરસ્કારોના 71મા સંસ્કરણના વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી છે.

શાહરૂખ ખાન, રાની મુખર્જી અને વિક્રાંત મેસી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)

શાહરૂખ ખાન, રાની મુખર્જી અને વિક્રાંત મેસી ફાઇલ તસવીર (સૌજન્ય: મિડ-ડે)


ભારતીય સિનેમામાં શ્રેષ્ઠતાનું સન્માન અને ઉજવણી કરતા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, અભિનય, દિગ્દર્શન, સંગીત અને નિર્માણ જેવી વિવિધ શ્રેણીઓમાં ઉત્કૃષ્ટ સિદ્ધિઓને માન્યતા આપે છે. રાષ્ટ્રીય પુરસ્કારોના 71મા સંસ્કરણના વિજેતાઓની આજે જાહેરાત કરવામાં આવી છે. જ્યુરીએ આજે 1 ઓગસ્ટ, સાંજે 4 વાગ્યે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનને અંતિમ અહેવાલ સુપરત કર્યો હતો. જો કે, આ પછી, નવી દિલ્હીના નેશનલ મીડિયા સેન્ટર ખાતે એક પ્રેસ બ્રીફિંગ યોજાઈ હતી, જ્યાં જ્યુરી સભ્યોએ વિવિધ શ્રેણીઓમાં વિજેતાઓના નામની સત્તાવાર જાહેરાત કરી હતી. શાહરૂખ ખાને જવાન માટે `શ્રેષ્ઠ અભિનેતા`નો એવોર્ડ જીત્યો હતો. `12th ફેઇલ` માટે વિક્રાંત મેસીએ  પણ `શ્રેષ્ઠ અભિનેતા` જીત્યો. દરમિયાન, રાની મુખર્જીએ `શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે` માટે `શ્રેષ્ઠ અભિનેત્રી`નો એવોર્ડ જીત્યો છે. `કથલ` એ હિન્દીમાં `શ્રેષ્ઠ ફિલ્મ`નો એવોર્ડ જીત્યો છે.

શુક્રવારે 71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો 2023 ના પરિણામો જાહેર કરવામાં આવ્યા. આ વર્ષે ઘણી પ્રખ્યાત ફિલ્મો અને કલાકારોને ફીચર ફિલ્મ, નૉન-ફીચર ફિલ્મ સહિત વિવિધ શ્રેણીઓમાં સન્માન મળ્યા. ફીચર ફિલ્મ શ્રેણીમાં, હિન્દી ફિલ્મ `12th ફેઇલ` ને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો. મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મની (Award for Best Popular Film Providing Wholesome Entertainment) શ્રેણીમાં, કરણ જોહર દિગ્દર્શિત `રૉકી રાની કી પ્રેમ કહાની` એ એવોર્ડ જીત્યો. આ ફિલ્મના નિર્માતા ધર્મા પ્રોડક્શન પ્રા. લિ. છે.



આ વખતે બે કલાકારોએ બેસ્ટ એક્ટર ઇન લીડિંગ રોલનો એવોર્ડ જીત્યો. શાહરૂખ ખાનને `જવાન` માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો અને વિક્રાંત મેસીને `12th ફેઇલ` માટે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. `શ્રીમતી ચેટર્જી વર્સિસ નોર્વે` માં તેમના દમદાર અભિનય માટે રાની મુખર્જીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો.


મ્યુઝિક કેટેગરમાં, શિલ્પા રાવને જવાનના `છલૈયા` ગીત માટે શ્રેષ્ઠ મહિલા પ્લેબેક સિંગર અને પીવીએનએસ રોહિતને તેલુગુ ફિલ્મ બેબીના `પ્રેમિષ્ઠુના` ગીત માટે શ્રેષ્ઠ પુરુષ પ્લેબેક સિંગર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. નોન-ફીચર ફિલ્મ કેટેગરીમાં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ સૌમ્યજીત ઘોષ દસ્તીદાર દ્વારા દિગ્દર્શિત `ફ્લાવરિંગ મેન` (હિન્દી) ને મળ્યો. શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ વિજયરાઘવનને ફિલ્મ `પોક્કલમ` (મલયાલમ) અને એમએસ ભાસ્કરને ફિલ્મ `પાર્કિંગ` (તમિલ) માટે આપવામાં આવ્યો છે.

ફીચર ફિલ્મ શ્રેણી:
સ્પેશિયલ મેન્શન: એનિમલ (રિ-રેકોર્ડિંગ મિક્સર) – એમ આર રાધાકૃષ્ણન
બેસ્ટ તેલુગુ ફિલ્મ: ભગવંત કેસરી
બેસ્ટ તમિલ ફિલ્મ: પાર્કિંગ
બેસ્ટ પંજાબી ફિલ્મ: ગોડે ગોડે ચા
બેસ્ટ ઓડિયા ફિલ્મ: પુષ્કારા
બેસ્ટ મરાઠી ફિલ્મ: શ્યામચી આઈ
બેસ્ટ મલયાલમ ફિલ્મ: ઉલોઝોક્કુ
બેસ્ટ કન્નડ ફિલ્મ: કંદીલુ: ધ રે ઑફ હૉપ
શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ: કથલ: અ જેકફ્રૂટ ઑફ મિસ્ટ્રી
સર્વશ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મ: વશ
શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ: ડીપ ફ્રિજ
શ્રેષ્ઠ આસામી ફિલ્મ: રંગતાપુ 1982
શ્રેષ્ઠ એક્શન દિગ્દર્શન: હનુ-માન (તેલુગુ)
શ્રેષ્ઠ કોરિયોગ્રાફી: રૉકી ઔર રાની કી પ્રેમ કહાની
શ્રેષ્ઠ ગીતો: બાલાગામ
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઈનર: સૅમ બહાદુર 
બેસ્ટ પ્રોડક્શન ડીઝાઈનર: 2018- દરેક વ્યક્તિ હીરો છે (મલયાલમ)
બેસ્ટ એડિટિંગ: પુકલમ (મલયાલમ)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઈન: એનિમલ
બેસ્ટ સિનેમેટોગ્રાફી: ધ કેરેલા  સ્ટોરી (હિન્દી)
બેસ્ટ ફિમેલ પ્લેબેક સિંગર: જવાન
બેસ્ટ મેલ પ્લેબેક સિંગર: બૅબી 
બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ રૉલ: ઉર્વશી, જાનકી
શ્રેષ્ઠ અભિનેતા સહાયક ભૂમિકા: પુકલમ (વિજયરાઘવન), પાર્કિંગ (મુથુપેટ્ટાઈ)
શ્રેષ્ઠ અભિનેત્રી: રાની મુખર્જી 
શ્રેષ્ઠ અભિનેતા: શાહરૂખ ખાન, વિક્રાંત મેસી


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2025 07:01 AM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK