આ રોલ માટે પહેલાં વિક્રાન્ત મેસીને સાઇન કરવામાં આવ્યો હતો પણ તેણે ફિલ્મ છોડી દેતાં નવા નામની ચર્ચા છે
કરણવીર મહેરા
અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન પછી રણવીર સિંહ ‘ડૉન 3’માં જોવા મળશે. ફિલ્મની જાહેરાત ઘણા સમય પહેલાં થઈ હતી, પરંતુ એના કાસ્ટિંગમાં સતત ફેરફાર થઈ રહ્યા છે. આ ફિલ્મમાં હિરોઇન તરીકે કિઆરા અડવાણીની પસંદગી કરવામાં આવી હતી, પણ કિઆરાએ પ્રેગ્નન્સીને કારણે આ ફિલ્મ છોડી દેતાં તેની જગ્યાએ ક્રિતી સૅનનને સાઇન કરવામાં આવી છે. હવે ખબર છે કે આ ફિલ્મમાં ‘બિગ બૉસ 18’નો વિજેતા કરણવીર મહેરા વિલનની ભૂમિકા ભજવી શકે છે.
અગાઉ ‘ડૉન 3’માં વિલન તરીકે વિક્રાન્ત મેસીને સાઇન કરવામાં આવ્યો હતો પણ તેણે ફિલ્મ છોડી દેતાં આ રોલ માટે વિજય દેવરાકોન્ડાના નામની ચર્ચા હતી, પણ હવે આ માટે કરણવીર મહેરાની પસંદગી કરવામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે.


